બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પટણા યુનિવર્સિટીમાં એક ઉદ્ધાટન કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનો પગ લપસી ગયો અને તેઓ પડી ગયા. જો કે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેમને પકડી લીધા અને નીચે પડે તે પહેલા જ સંભાળી લીધા. આ દરમિયાન બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર પણ હાજર રહ્યા હતા. 


આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે તેઓ શિક્ષક દિવસના અવસરે પટણા યુનિવર્સિટીના વ્હીલર સીનેટ હાઉસનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર પણ હાજર હતા. બંને નેતાઓ પડદો હટાવવા માટે દોરી ખેંચી રહ્યા હતા અને ત્યાં જ નીતિશકુમારનો પગ લપસી પડ્યો અને તેઓ પડી ગયા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube