પટના : બિહારની રાજધાની પટનામાં ગુરૂવારે સવર્ણ સેના અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ વચ્ચે હિંસા ફાટી નિકળી હતી. કોંગ્રેસ કાર્યકર્તાઓએ સવર્ણ સેનાના કાર્યકર્તાઓને દોડાવી દોડાવીને માર માર્યો હતો. મળતી માહિતી અનુસાર ગુજરાતમાં બિહારીઓ પર હૂમલાનો વિરોધ કરવા માટે કોંગ્રેસના મુખ્યમથક સદાકત આશ્રમમાં પ્રદર્શન કરવા માટે પહોંચી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવર્ણ સેનાનાં કાર્યકર્તા ગુજરાતમાં બિહારીઓ પર થયેલા હૂમલાનો વિરોધ કરી રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસનાં નેતા અને પ્રદેશ સહપ્રભારી અલ્પેશ ઠાકોરની વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા હતા અને પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ તેનો વિરોધ કરવા લાગ્યા હતા. આ દરમિયાન મુદ્દો વણસી ગયો અને મારામારી ચાલુ થઇ ગઇ હતી. 

જો કે પોલીસ ત્યાં પહેલાથી જ પ્રદર્શન કરી રહી હતી.જો કે સવર્ણ સેનાનાં વિરોધ પ્રદર્શનને જોતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ હાથમાં લાઠી અને ડંડા ઉઠાવી લીધા હતા. કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ પોલીસને સામે જ સવર્ણ સેનાનાં લોકોને માર મારવા લાગ્યા. જો કે પોલીસ બંન્ને જુથોનાં લોકોને લડતા અટકાવી રહ્યા હતા. 

જોત જોતામાં સદાકત આશ્રમમાં તણાવ એટલો વધી ગયો હતો કે સવર્ણ સેના અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી ચાલુ થઇ ગઇ. ત્યાર બાદ પોલીસ બંન્ને પક્ષોને સમજાવવા લાગી. થોડા સમય માટે મામલો શાંત થઇ ગઇ. જો કે હાલ સદાકત આશ્રમમાં પોલીસ દળને ફરજંદ કરવામાં આવ્યા છે. 

મળતી માહિતી અનુસાર બિહારીઓ પર ગુજરાતમાં થયેલા હૂમલા મુદ્દે સવર્ણ સેનાના લોકો ખુબ આક્રોશિત હતા. અલ્પેશ ઠાકોરનાં નિવેદન બાદ હૂમલાઓ થવાનાં કારણે તેઓ કોંગ્રેસનો વિરોધ કરવા સદાકત આશ્રમ પહોંચ્યા હતા. બીજી તરફ સવર્ણ સેનાનાં હાથમાં લાઠી  ડંડાઓ જોઇને કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ પણ લાઠી લઇ લીધી અને બંન્ને પક્ષો વચ્ચે બોલાચાલી થવા લાગી હતી.