પટના : સીટ શેરિંગ પર ચાલી રહેલા ધમાસાણ વચ્ચે રાહુલ ગાંધીએ આજે બિહાર કોંગ્રેસનાં ઉચ્ચ નેતાઓની બેઠક બોલાવી હતી. આ બેઠક હાલ પુર્ણ થઇ ચુકી છે. થોડા જ સમયમાં બિહાર કોંગ્રેસનાં નેતા પ્રેસ કોન્ફરન્સ કરીને આગળની રણનીતિ અંગે માહિતી આપશે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા, કોકબ કાદરી, અખિલેશ સિંહ, સદાનંદ સિંહનો સમાવેશ થાય છે. સમાચાર છે કે સહયોગી આરજેડીની સાથે ચાલી રહેલો વિવાદ ઉકલી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદીની મેરઠ રેલી બાદ રાજકીય ધમાસાણ: કોંગ્રેસ, સપા, ભાજપ વચ્ચે ત્રિપાંખીયો જંગ

અગાઉ જે સમાચાર મળ્યા હતા તેના અનુસાર આરજેડીના વલણથી કોંગ્રેસનાં અનેક સીનિયર નેતાઓ પણ નાખુશ હતા. જેના મુદ્દે દિલ્હીમાં કાલે સાંજે એટલે કે બુધવારે મોડી રાત સુધીમાં પાર્ટીની સ્ક્રીનિંગ કમિટિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં લગભગ તમામ નેતાઓએ આરજેડીનાં વલણ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે જ અનેક નેતાઓએ મહાગઠબંધનમાંથી અલગ થઇ જવાની પણ ભલામણ કરી હતી. 


આજે (ગુરૂવારે) બિહાર કોંગ્રેસનાં નેતાઓની રાહુલ ગાંધી સાથે મુલાકાત થઇ. આ મુલાકાત દરમિયાન બિહારનાં તમામ પાસાઓ અંગે તેમને અવગત કરાવવામાં આવ્યા. સુત્રો અનુસાર મહાગઠબંધનમાં ચાલી રહેલા ગતિરોધને હાલ ઉકેલ લાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ત્રણ રાજ્યોમાં મળેલી જીત બાદ કોંગ્રેસ અધ્યક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહી ચુક્યા છે કે અમે (કોંગ્રેસ) હવે બેકફુટ પર નહી રમીએ.