પટના: બિહાર ચૂંટણી પરિણામ (Bihar Elections Result 2020) આવ્યા પછી નવી સરકાર બનાવવાની દિશામાં આજે (રવિવાર) મહત્વપૂર્ણ દિવસ છે. આજે બિહારમાં એનડીએ  (NDA)ધારાસભ્ય દળની બેઠક હશે. બપોરે 12:30 વાગે યોજાનારી એનડીએ ધારાસભ્ય દળની બેઠક નીતીશ કુમાર (Nitish Kumar)ના સરકારી આવાસ પર યોજાશે. ધારાસભ્ય દળની આ બેઠકમાં નીતીશ કુમારને એનડીએના નેતાની પસંદગી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધટક દળોના નેતાની પસંદ કરાશે
બેઠકની શરૂઆત એનડીએ (NDA)માં સામેલ તમામ ચાર દળ ભાજપ (BJP), જનતા દળ યૂનાઇટેડ (JDU), હિંદુસ્તાની અવામ મોર્ચા (HAM)અને વિકાસશીલ ઇંસાન પાર્ટી (VIP)ના ધારાસભ્ય દળના નેતા પસંદ કરવા સાથે થશે. બેઠક પહેલાં એનડીએમાં સામેલ આ તમામ દળોની અલગ અલગ બેઠક થશે. તમામ દળોના નેતા પસંદ કર્યા બાદ એનડીએના નેતા પસંદ કરવામાં આવશે. એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે નીતીશ કુમારની પસંદગી ફાઇનલ છે. ત્યારબાદ નીતીશ કુમાર (Nitish Kumar) રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.  


રાજનાથ સિંહ પહોંચશે પટના 
ભાજપના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)પણ આજે પટના પહોંચશે. આ ઉપરાંત બેઠકમાં બિહાર ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) અને ભૂપેન્દ્ર યાદવ  (Bhupendra Yadav) પણ હાજર રહેશે. 


એનડીએ પાસે બહુમત
તમને જણાવી દઇએ કે બિહાર વિધાનસભાની તમામ 243 સીટો પર યોજાની ચૂંટણીમાં 125 સીટો પ્રાપ્ત કરી બહુમત પ્રાપ્ત કર્યો છે. વિપક્ષી મહાગઠબંધન (Mahagathbandhan)ને આ ચૂંટણીમાં 110 સીટો પ્રાપ્ત થઇ છે. ભાજપને 74, જેડીયૂને 43, રાજદને 75, કોંગ્રેસને 19 સીટો મળી છે. ભાકપાવાળાને 12 અને અન્યના ખાતામાં 8 સીટો ગઇ છે. આ મુજબ એનડીએની સરકાર બનવાનું ફાઇનલ છે આજે મુખ્યમંત્રીના નામ પર મોહર લાગી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube