પટના: બિહાર ચૂંટણી (Bihar Assembly Elections 2020) ને લઇને આજે સાંજે 5 વાગે લોક જનશક્તિ પાર્ટી (LJP) ની કેન્દ્રીય સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં એનડીએમાં રહેવા પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. આ દરમિયાન પહેલા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રનો બીજો દિવસ છે, પરંતુ એનડીએમાં હજુ સુધી શીટ શેરિંગ પર વાત ફાઇનલ થઇ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેડીયૂ વિરૂદ્ધ તાલ ઠોંકવાની તૈયારી!
એલજેપીએ 'બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ' વિઝન ડોક્યૂમેન્ટ લાવવાનો નિર્ણય કર્યો છે. આ વિઝન ડોક્યૂમેન્ટ (Vision Document) પર ચિરાગ પાસવાન ખૂબ પહેલાંથી જ મહેનત કરી રહ્યા છે. ચિરાગ પાસવાન (Chirag Paswan)  'બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ' યાત્રા પર નિકળ્યા હતા, પરંતુ કોરોનાના કારણે તેને રદ કરવામાં આવી હતી. 


આજે નિર્ણયની ઘડી, સાંજે બેઠકમાં એનડીએ પર નિર્ણય લેશે ચિરાગ
આજે સાંજે 5 વાગે એલજેપીની સંસદીય બોર્ડની બેઠક છે. આ બેઠકમાં એનડીએ સાથે જોડાઇ રહેવા અથવા અલગ રહેવા અંગે નિર્ણય થઇ શકે છે. સાથે જ આ બેઠકમાં 143 ઉમેદવારો પર ચર્ચા થશે. આ 143 બેઠકો તે છે. જેના પર એનડીએની સહયોગી પાર્ટી જેડીયૂ (Janta Dal - United) ચૂંટણી લડશે. માનવામાં આવી રહ્યું ચે કે જો એલજેપી એનડીએ થી અલગ પણ થાય છે, તો પણ તે સીટો પર ચૂંટણી લડશે, જ્યાં ભાજપના ઉમેદવાર હશે. પરંતુ જેડીયૂને તે ચૂંટણી મેદાનમાં પડકાર ફેંકશે. 


નીતીશના 7 નિશ્વય પર એલજેપીએ ઉઠાવ્યા સવાલ
એલજેપીના નીતીશ કુમાર (Nitish Kumar)ની નીતિયોનો વિરોધ કર્યો અને સાત નિશ્વય પર સવાલ ઉઠાવ્યા. પાર્ટી પ્રવક્તા અશરફ અંસારીએ કહ્યું કે તે 2015થી નીતીશ કુમારની નીતિઓ વિરૂદ્ધ છે. એનડીએમાં હોવાથી તે નીતીશની સાથે હતા. 


એનડીએમાં બધુ બરોબર: રવિશંકર પ્રસાદ
આ દરમિયાન બિહાર ચૂંટણીમાં એનડીએમાં સીટ વહેંચવાને લઇને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ (Ravishankar Prasad) એ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે લોક એનડીએ એકજુટ છે અને જનશક્તિ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube