પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. કુંભ મેળમાં ફરીથી આગ લાગવાનો બનાવ બન્યો છે. આ વખતે બિહારના રાજ્યપાલ લાલજી ટંડન આબાદ બચી ગયાં. મંગળવારે મોડી રાતે લાલજી ટંડન ગાઢ ઊંઘમાં હતાં અને અચાનક આ આગ લાગવાનો બનાવ બન્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં જો કે લાલજી ટંડનને કોઈ ઈજા થઈ નથી પરંતુ તેમનો મોબાઈલ, ચશ્મા સહિત અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ. આ ઘટના રાતે લગભગ 2.30 કલાકે ઘટી. આગમાં 3 ટેન્ટ બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયા છે. અત્રે જણાવવાનું કે 18 અરૈલ પ્રશાસનિક કેમ્પમાં આગ લાગી. 


દિલ્હીમાં મમતાના સ્વાગત માટે લાગ્યા પોસ્ટર, 'દીદી ખુલીને હસો, તમે લોકતંત્રમાં છો'


એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે. આગ લાગ્યા બાદ લાલજી ટંડનને મોડી રાતે સર્કિટ હાઉસ પહોંચાડવામાં આવ્યાં. અત્રે જણાવવાનું કે કુંભના ટેન્ટમાં આગ  લાગવાની આ ત્રીજી ઘટના છે. આ અગાઉ પણ ગોરખનાથ સંપ્રદાયના શિબિરમાં આગ લાગી હતી. જેમાં બે ટેન્ટ બળીને ખાખ થયા હતાં. ટેન્ટમાં રાખેલો લાખોનો સામાન પણ બળી ગયો હતો. 


કોલકાતા બાદ હવે દિલ્હીમાં PM મોદી અને ભાજપ સામે વિરોધીઓનું શક્તિ પ્રદર્શન, રાહુલ પણ થશે સામેલ!


આ અગાઉ 19 જાન્યુઆરીના રોજ કુંભમાં આગ લાગી હતી. આ અકસ્માત કુંભના સેક્ટર 13માં થયો હતો. અકસ્માતમાં કેટલાક ટેન્ટ બળીને ખાખ થયા હતાં. ઘટનાની જાણ થતા જ જો કે ફાયરની ગાડીઓ તરત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. 


નોંધનીય છે કે કુંભ મેળાની શરૂઆત 15 જાન્યુઆરીએ થવાની હતી પરંતુ તે પહેલા જ 14 જાન્યુઆરીના રોજ દિગંબર અખાડાના ટેન્ટમાં આગ લાગી હતી. આગની ચપેટમાં અનેક ટેન્ટ આવ્યાં હતાં અને સામાન પણ બળીને ખાખ થયો હતો. 


દેશના અન્ય સમાચારો વાંચવા માટે કરો ક્લિક...