ગયાઃ ભીષણ ગરમી અને લૂની ઝપટમાં આવીને બિહારના અનેક જિલ્લાઓમાં અત્યાર સુધી લગભઘ 122 લોકોનાં મોત થઈ ગયા છે. રાજ્યના ગયા જિલ્લામાં જ 31 લોકોનાં મોત થયા છે.  ગયાની અનુગ્રહ નારાયણ મગત મેડિકલ હોસ્પિટલમાં 31 લોકોનાં મોતની ઘટના પછી લોકો હચમચી ગયા છે. આથી, પ્રચંડ ગરમીને જોતાં જિલ્લા કલેક્ટર દ્વારા ગયામાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. 


જિલ્લા કલેક્ટરે આદેશ બહાર પાડ્યો છે કે, સવારે 11.00 કલાકથી બપોરે 4.00 કલાક સુધી લોકોએ ઘરમાં જ રહેવું, સાથે જ તમામ સરકારી અને બિનસરકારી નિર્માણકાર્ય પણ સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી બંધ રાખવાની સુચના આપવામાં આવી છે. કલેક્ટરના આદેશ અનુસાર, સવારે 11.00 થી 4.00 કલાક દરમિયાન ગયામાં આકસ્મિક સેવાની દુકાનો સિવાયની તમામ દુકાનો બંધ રાખવાની રહેશે. આ ઉપરાંત સવારે 11થી 4 કલાક દરમિયાન કોઈ પણ પ્રકારનો જાહેર કાર્યક્રમ પણ રાખી શકાશે નહીં. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...