છપરાઃ દારૂબંધીવાળા બિહારમાં ફરી ઝેરી દારૂનો કહેર જોવા મળ્યો છે. સારણ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી મોતનો આંકડો વધીને 21 પહોંચી ગયો છે. તેમાં સૌથી વધુ મસરખના 10 લોકોના મોત થયા છે. જ્યારે અમનૌરના ત્રણ તથા મઢૌરાનો એક વ્યક્તિ સામેલ છે. તો બીમાર પડેલા ઘણા લોકોએ આંખની રોશની ઘટી જવાની ફરિયાદ પણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો ઘણા લોકોની સારવાર સદર હોસ્પિટલ તથા પટનાની પીએમસીએચમાં ચાલી રહી છે. મૃતકોના ઘણા પરિવારજનો બીમારીથી મોત થવાની વાત પણ કહી રહ્યાં છે. પોલીસ તંત્ર આ ઘટના પર કોઈ માહિતી આપવાનો ઇનકાર કરી રહ્યું છે. પોલીસ કેપ્ટન સંતોષ કુમારે કહ્યુ કે, આ મામલાની હજુ તપાસ ચાલી રહી છે. ઘટના બાદ સોમવારની રાત્રે સદર હોસ્પિટલમાં પોલીસ જવાનોની તૈનાતી કરી દેવામાં આવી હતી. 


ગ્રામજનોએ લાશને રાખીને સ્ટેટ હાઈવે જામ કરી દીધો
આ ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ મસરખ હનુમાન ચોક સ્ટેટ હાઈવે-90 પર મૃતદેહ મૂકીને બ્લોક કરી દીધો છે. સ્થાનિક ગ્રામજનો જિલ્લા પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. મશરખમાં ગ્રામજનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. નારાજ લોકોને મનાવવા માટે અનેક પોલીસ સ્ટેશનની પોલીસની સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા છે.


આ પણ વાંચોઃ તવાંગ ઘર્ષણને લઈને સંસદમાં હંગામો, સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિપક્ષે કર્યું વોકઆઉટ


ઘટનાના સંબંધમાં, ગામલોકોએ જણાવ્યું કે ઈસુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડોઈલાથી લાવેલી ઝેરી દારૂ પીવાથી અમાનૌર, મધૌરા અને મશરખ બ્લોકના 21 લોકોના મોત થયા છે. ઘણા ગંભીર રીતે બીમાર છે. તમામ બીમાર લોકોને મસરક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાંથી એક વ્યક્તિને છપરા સદર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. તેની સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube