નવી દિલ્હી: બિહારમાં શર્મસાર કરતી ઘટના સામે આવી. કૈમુર જિલ્લામાં 70 વર્ષીય વૃદ્ધ શિક્ષકને લાકડીઓ વડે માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં 2 મહિલા કોન્સ્ટેબલે વૃદ્ધ પર લાઠીચાર્જ કરતી જોવા મળે છે. દયાની ભીખ માગતા, વૃદ્ધ શિક્ષક વારંવાર એક જ પ્રશ્ન પૂછે છે કે તેનો આખરે વાંક શું છે. વીડિયોની નોંધ લેતા SPએ તપાસના આદેશ આપ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની આગાહી: શું ગુજરાતમાં ગરમી, સમુદ્રમાં હલચલ અને વાવાઝોડા કહેર મચાવશે?


ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે ભભુઆ શહેરના જયપ્રકાશ ચોક ખાતે 2 મહિલા કોન્સ્ટેબલ જ્ઞાનતી કુમારી અને નંદની કુમારીને ડ્યુટી મુકવામાં આવી હતી. સૂત્રોનું માનીએ તો મહિલા કોન્સ્ટેબલ ચોક પર ટ્રાફિકનું નિયમન કરી રહી હતી. આ દરમિયાન વૃદ્ધ શિક્ષક નવલ કિશોર શર્મા સાઈકલ લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા. બંને મહિલા કોન્સ્ટેબલે તેમને રોકવાનો ઈશારો કર્યો, પરંતુ તે રોકાયા નહીં. જ્યારે વૃદ્ધ કંઈક બોલ્યા ત્યારે મહિલા કોન્સ્ટેબલને લાગ્યું કે તે તેમને ગાળો આપી રહ્યાં છે. જે બાદ મહિલા કોન્સ્ટેબલે તેમને રોક્યા અને માર મારવા લાગ્યો.


ગુજરાતમાં ભાજપે કયા પ્લાનિંગથી માધવસિંહનો રેકોર્ડ તોડ્યો એ પાટીલે કરી દીધો ખુલાસો...


પીડિત વૃદ્ધે કહ્યું, "હું એક શાળામાં અંગ્રેજી શિક્ષક છું. હું શુક્રવારે બપોરે જયપ્રકાશ ચોકથી આવી રહ્યો હતો ત્યારે 2 મહિલા કોન્સ્ટેબલે મને અટકાવ્યો. તેમની વાતને અવગણીને હું આગળ વધતા તેમણે લાઠી વડે મને માર માર્યો."


તેમણે આગળ કહ્યું, "મેં તેમને આવું ન કરવા કહ્યું પરંતુ તેમણે સાંભળ્યું નહીં. મને 20થી વધુ વખત લાકડી વડે માર માર્યો. જ્યારે એક સજ્જન વચ્ચે પડ્યા ત્યારે તેમને મને છોડ્યો. મને એટલી શરમ આવી કે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નહીં. મારા પગ અને હાથમાં સોજો આવી ગયો છે. મને ન્યાય જોઈએ છે."


ના હોય! ઉત્તરાયણ પછી ભેગી થયેલી દોરીથી પેદા થશે ઇકો-ફ્રેન્ડલી ગ્રીન એનર્જી


આ મામલે કૈમુરના SP લલિત મોહન શર્માએ જણાવ્યું કે ભભુઆ શહેરમાં એક વ્યક્તિને માર મારવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તે જ સમયે, જિલ્લા માહિતી જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે વૃદ્ધોના કિસ્સામાં, બંને મહિલા કોન્સ્ટેબલ નંદની કુમારી અને જયંતિ કુમારીને 3 મહિના માટે નોકરીમાંથી મુક્ત કરવામાં આવી છે.