તેજસ્વી પર જેડીયૂનો પ્રહાર, ‘પ્રવચન ન આપો દેહ વ્યાપારના આરોપીઓને ઘરમાંથી બહાર કાઢો’
વિપક્ષ ઘણા મુદ્દાઓ પર રાજનીતિ કરી રહ્યું છે અને રાજીનામાનું આપવા માટે દબાવ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે
પટના: બિહારના મુઝફ્ફરપુર રેપ કાંડ અને અન્ય આરોપીઓ મામલે જેડીયૂના નેતાઓ અને મંત્રીઓએ કથિત રૂપથી સંડોવણીને લઇ વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. અને નેતાઓ અને મંત્રીઓએ નોકરીમાંથી દૂર કરવાની માંગ કરી હતી. એટલું જ નહી મુખ્યમંત્રી નીતિશ કુમાર પાસે પણ રાજીનામું આપવાની માંગે જોર પકડ્યું છે.
વિપક્ષ ઘણા મુદ્દાઓ પર રાજનીતિ કરી રહ્યું છે અને રાજીનામાનું આપવા માટે દબાવ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે પૂર્વ મંત્રી દામોદર રાવતના દિકરા રાજીવ રાવતને હાંકી મુકવાના તીખા પ્રહારો કરતા કહ્યું હતું કે પિતાની હરકતો માટે પુત્રને બલીનો બકરો ન બનાવો. તેણે પૂર્વ મંત્રી દામોદર રાવતને પાર્ટીમાંથી હાંકી મુકવાની માંગ કરી છે.
ત્યાં જ, તેજસ્વી યાદવના પ્રહાર પર જેડીયૂએ વળતો પ્રહાર કર્યો હતો. જેડીયૂના પ્રવક્તા નીરજ કુમારે તેજસ્વી યાદવ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘તેજસ્વીજી, માત્ર પ્રવચન ન આપો દેહ વ્યાપારના આરોપીઓને ઘરમાંથી બહાર કાઢો અને દુષ્કર્મના આરોપીઓને પાર્ટીમાંથી હાંકી કાઢો.’ હિમ્મત કરો ‘છોટે રહન્નુમા’.
નીરજ કુમારે કહ્યું કે, સરકાર કોઇને નથી છોડવાની અને અહીં નથી કોઇ તેમને બચાવનાર. આરોપની જાણ થતા જ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢીએ છે.
તમને જણાવી દઇએ કે, તેજસ્વી યાદવના સૌથી નજીકી અને તેમના પીએ મણી પ્રકાશ યાદવ પર દેહ વ્યાપારનો કસ દાખલ છે. આ મામલે મણી પ્રકાશ યાદવની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મણી પ્રકાશ યાદવ અને અન્ય એક વિરૂધ ચાર્જસીટ દાખલ પર કરી દીધી છે. ત્યાં જ, આ મામલે જેડીયૂએ ઝડપી સુનાવણીની માંગ કરી રહ્યું છે.