નવી દિલ્હીઃ જનતા દળ યૂનાઇટેડ (JDU)ના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે પાર્ટી પ્રમુખ નીતીશ કુમાર પર પલટવાર કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, પાર્ટીમાં મને લેવાને લઈને નીતીશ કુમાર આમ ખોટું શું કામ બોલી શકે છે. તમે એક નિષ્ફળ પ્રયત્ન કર્યો છે. મારો રંગ તમારા જેવો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશાંત કિશોરે નીતીશ કુમાર પર હુમલો કરતા કહ્યું કે, જો તમે સત્ય બોલી રહ્યાં છો તો કોણ વિશ્વાસ કરશે કે તમારી પાસે એટલી હિંમત હશે કે તમે અમિત શાહની વાત નહીં માનો. હકીકતમાં નીતીશ કુમારે પ્રશાંત કિશોરને લઈને એક નિવેદન આપ્યું હતું. મંગળવારે તેમણે કહ્યું કે, અમિત શાહના કહેવા પર જ પ્રશાંત કિશોરને જેડીયૂમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નીતીશ કુમારે નામ લીધા વગર પ્રશાંત કિશોર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, જો કોઈ મને પત્ર લખે છે તો જવાબ આપુ છું, પરંતુ કોઈ ટ્વીટ કરે છે તો તેને ટ્વીટ કરવા દો. અમારે તેનાથી શું લેવા દેવા. પાર્ટીમાં કોઈપણ ત્યાં સુધી રહી શકે છે જ્યાં સુધી તે ઈચ્છે. તે ઈચ્છે તો જઈ પણ શકે છે. 


નીતીશ કુમારે આ વાત જેડીયૂની બેઠકમાં કહી જેને આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીને લઈને બોલાવવામાં આવી હતી. બેઠક બાદ મુખ્યપ્રધાને સંવાદદાતા સાથે વાતચીત દરમિયાન પ્રશાંત કિશોર અને પવન વર્માના સંબંધમાં પૂછવા પર કહ્યું, 'જેને જ્યાં જવું હોય જાય. અમારે અહીં ટ્વીટનો કોઈ મતલબ નથી, જેને ટ્વીટ કરવું હોય તે કરે. અમારી પાર્ટીમાં મોટા અને બુદ્ધિજીવી લોકોની જગ્યા નથી. બધા સામાન્ય અને પાયાના લોકો છે.'


વિવાદિત નિવેદનઃ ચૂંટણી પંચે ભાજપના સાંસદો અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માને નોટિસ મોકલી જવાબ માગ્યો


નીતીશ કુમારે કહ્યું, 'કોઈને અમે થોડા પાર્ટીમાં લાવ્યા. અમિત શાહે મને કહ્યું પ્રશાંત કિશોરને જેડીયૂમાં સામેલ કરવા માટે ત્યારે હું તેમને સામેલ કરાવ્યા હતા. મને જાણવા મળ્યું કે પીકે (પ્રશાંત કિશોર) આમ આદમી પાર્ટી માટે રણનીતિ બનાવી રહ્યાં છે. તેવામાં હવે તેમને ન પૂછવું જોઈએ કે તે જેડીયૂમાં રહેવા ઈચ્છે છે કે નહીં.' નીતીશ કુમારે કહ્યું કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (એનપીઆર)માં નવા માપદંડોની જરૂર નથી, કારણ કે નવા કોલમથી ભ્રમનો માહોલ છે. તેમણે કહ્યું કે, એનપીઆરના નવા માપદંડોને લઈને તેઓ કેન્દ્ર સરકાર સાથે વાત કરશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...