પટના : બિહાર કોંગ્રેસ હવે ન તો યાચકની ભુમિકામાં રહેશે અને ન તો ટિકિટ મુદ્દે સહયોગીઓ સામે ઝુકે. આ દાવો છે બિહાર કોંગ્રેસનાં નવા અધ્યક્ષ મદન મોહન ઝાનો. તેમણે શુક્રવારે પોતાનાં કાર્યકારી અધ્યક્ષ સાથે પદભાર ગ્રહણ કર્યો. મદન મોહન ઝાએ દાવો કર્યો કે, કોંગ્રેસ હવે મજબુત થશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીની નવી ટીમ એવી બનાવી છે કે વિવાદોનો કોઇ જ સવાલ પેદા નથી થતો. જો કે નવા અધ્યક્ષનાં સ્વાગત સમારોહ દ્વારા ઘણા નેતાઓની ગેરહાજરીએ સાબિત કરી દીધું કે મદન મોહન ઝાને કોંગ્રેસ હાઇકમાન્ડનાં કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો છે. હવે તેમને પોતાનાં સહયોગી દલોને સાધવાની સાથે સાથે પાર્ટીનાં નેતાઓને પણ સાધવા પડશે. 

નવા અદ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષનાં સ્વાગતમાં શુક્રવારે સદાકત આશ્રમ ગુલઝાર નજર આવ્યો. અધ્યક્ષ અને કાર્યકારી અધ્ય7ને સન્માનિત કરવા માટે પાર્ટીનાં ઘણા વરિષ્ઠ નેતા અને જલ્લા કાર્યકર્તા પહોંચ્યા. જો કે જેમણે સ્વાગત સમારોહમાં રહેવાનું હતું તો તેઓ પોતે કાર્યક્રમથી ગાયબ હતા.