લોકસભા ચૂંટણી: બિહારમાં કોંગ્રેસ RJD પાસે માંગી રહી છે વધારે સીટ તેજસ્વી થશે તૈયાર ?
લોકસભા ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરવા માટે એનડીએ દ્વારા મિશન 40 લોન્ચ, પરંતુ મહાગઠબંધનમા ખેંચતાણ યથાવત
પટના : લોકસભા ચૂંટણી 2019માં જીત પ્રાપ્ત કરવા માટે એનડીએ દ્વારા મિશન 40ની શરૂઆત કરી છે. તેના માટે ભાજપના ચાણક્ય અમિત શાહે રણનીતિ પણ બનાવી લીધી છે. અને તે અંગે તેમના સહયોગી દળનો સાથ આપવા માટે તૈયાર પણ થઇ ચુક્યા છે. એવું એટલા માટે કારણ અમિત શાહની બિહાર મુલાકાત બાદ એનડીએમાં ટીકિટ વહેંચણી મુદ્દે નિવેદન બાજી અટકી ચુકી છે. કહેવાઇ રહ્યું છે કે શાહે ફોર્મ્યુલા સેટ કરી દીધી છે.
જો કે મહાગઠબંધનમાં હાલ તમામ સીટો મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. બિહારમાં મહાગઠબંધનમાં સમાવિષ્ટ પાર્ટીઓના સુર થોડા અલગ દેખાઇ રહ્યા છે. હાલમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અશોક ગહલોતે નિવેદન આપ્યું હતું કે ગઠબંધન તેમની મજબુરી છે. આ નિવેદન બાદ આજેડીની તરફથી જવાબ આવ્યો કે બિહારમાં તેમનો જનાધાર વધારે છે. એટલા માટે આવી નિવેદનબાજી કોંગ્રેસ ન કરે. સુત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસે બિહારમાં 12 સીટોની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, તેને બિહારમાં સન્માનજનક સીટો મળવી જોઇએ.
બીજી તરફ હિન્દુસ્તાની અવામ મોર્ચાના અધ્યક્ષ જીતન રામ માંઝીએ પહેલા જ 5 સીટોની માંગણી કરી છે. જો કે બિહારમાં આરજેડીને પોતાના પર વધારે ભરોસો છે. કારણ કે એનડીએની સીધી ટક્કર બિહારમાં આરજેડી સાથે છે. એવામાં સવાલ ઉઠે છે કે શું તેજસ્વી યાદવ મહાગઠબંધનની સહયોગી પાર્ટીઓ અનુસાર તેમને સીટો ફાળવશે.
મહાગઠબંધનમાં આરજેડી મોટો ભાઇ
મહાગઠબંધનમાં આરજેડી મોટા ભાઇની ભુમિકામાં છે. તે કોંગ્રેસને પોતાના ગણેલા ગણિત અનુસાર સીટો વહેંચવા માંગે છે. તેજસ્વી યાદવ પોતાનાં નિવેદનમાં વારંવાર કોંગ્રેસને સલાહ આપતું રહે છે કે તે ડ્રાઇવીંગ સીટ છોડે. બીજી તરફ ભાજપ અધ્યક્ષના બિહાર મુલાકાત અને નીતીશ સાથે લંચ ડિનર કર્યા બાદ જે પરિણામો આવ્યા તે જોતા કોંગ્રેસ પાસે આરજેડી સાથે ગઠબંધન સિવાય બીજો કોઇ રસ્તો બચ્યો નથી. જેડીયુ પ્રવક્તા કેસી ત્યાગીએ થોડા દિવસો અગાઉ એક નિવેદન આપીને કોંગ્રેસ જેડીયુ ગઠબંધનની શક્યતા વ્યક્ત કરી હતી. જો કે અમિત શાહ સાથે ડિનર બાદ તમામ સમીકરણો શાંત પડી ચુક્યા છે.