મુજફ્ફરપુર બાલિકાગૃહ: ગુપ્ત સીડી મળવા ઉપરાંત 34 કિશોરીઓ સાથે દુષ્કર્મ
બિહારના મુજફ્ફરપુર જિલ્લાના બાલિકા ગૃહ મુદ્દે એક નવો ખુલાસો કરવામાં આવ્યો છે, બાલિકાગૃહમાં 34 કિશોરીઓ સાથે દુષ્કર્મ થયું હોવાની પૃષ્ટી થઇ છે
પટના : બિહારના મુજફ્ફરપુર જિલ્લાના બાલિકાગૃહ મુદ્દે ફરી એક નવો ખુલાસો થયો છે. એક તરફ જ્યારે આઇજી અને ડીઆઇજીના સર્વેલન્સમાં ટીમ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે ગૃહની અંદર તેમને એક ગુપ્ત સીડી મળી છે.જેની પછી ક્યાસ લગાવાઇ રહ્યો છે કે હવે નવા રહસ્યો ખુલશે. આ ખુલાસાઓ વચ્ચે એક નવી વાત સામે આવી છે. જેના હેઠળ બાલિકા ગૃહમાં 34 કિશોરીઓ સાથે દુષ્કર્મની પૃષ્ટી કરવામાં આવી છે. તે અગાઉ આ આંકડો 29 હોવાનું કહેવાઇ રહ્યું હતું. બીજી તરફ ડરેલી આ કિશોરીઓની હવે મનોવૈજ્ઞાનિક સારવાર ચાલી રહી છે.
મુજફ્ફરપુરના એએસપી હરપ્રીત કૌરે જણાવ્યું કે, મુજફ્ફરપુર બાલિકાગૃહમાં 29 નહી, પરંતુ 34 યુવતીઓનું યૌન શોષણ થયું છે. ગત્ત અઠવાડીયે 42 યુવતીઓના શારીરિક પરિક્ષણ દરમિયાન ખુલાસો થયો હતો. પીએમસીએચના રિપોર્ટમાં કહેવાયું હતું કે 29 યુવતીઓ દુષ્કર્મનો ભોગ બની છે. મુજફ્ફરપુર મહિલા પોલીસ સ્ટેશન પીઆઇ જ્યોતિ કુમારીએ જણાવ્યું કે, આ બાલિકાગૃહમાં 44 કિશોરીઓમાંથી 42નું પરિક્ષણ કરાવવામાં આવ્યું હતું. અગાઉ 34 યુવતીઓનો રિપોર્ટ જ આવ્યો હતો. જેમાં 29 યુવતીઓનાં યૌન શોષણની પૃષ્ટી કરવામાં આવી હતી. હવે આઠ વધારે કિશોરીઓનાં રિપોર્ટ આવ્યા બાદ પીડિત કિશોરીઓની સંક્યા 34 થઇ ગઇ છે. બે કિશોરીઓનું પરિક્ષણ તેમની તબિયત સારી નહી હોવાનાં કારણે કરી શકાયું નથી.
બીજી તરફ શનિવારે મુજફ્ફરપુર ના બાલિકા ગૃહમાં આઇજી સુનીલ કુમાર અને ડીઆઇજી અનિલ કુમાર નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા. તેમની સાથે એફએસએલની ટીમ પણ આવી હતી. સાથે જ બે ડોક્ટર્સ પણ સમગ્ર મુદ્દે તપાસ કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર એફએસએલની ટીમ બાળકીઓનાં બેડ અને કપડાઓની ઉંડી તપાસ કરી રહી છે.
આ સાથે જ અહીં એક ગુપ્ત સીડી મળી છે જે પ્રેસમાં જાય છે. આ પ્રેસ બ્રજેશ પાઠક દ્વારા ચલાવાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છેકે આ કિશોરીઓને મધુબની, મોકામ અને પટનાના બાલિકાગૃહમાં મોકલવામાં આવી છે. આ પીડિત કિશોરીઓને હવે મનોવૈજ્ઞાનિક સારવાર ચાલી રહી છે. એખ અધિકારીએ જણાવ્યું કે, મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ અને થેરેપી દ્વારા કિશોરીઓની માનસિક પીડા અને તણાવને દુર કરવામાં આવી રહ્યો છે. પીડિત કિશોરીઓમાં પણ મોટા ભાગની માનસિક યાતના ભોગવી રહી છે.