બિહારનાં નવાદામાં મોટી દુર્ઘટના, વિજળી પડવાનાં કારણે 9 લોકોનાં મોત
બિહારનાં નવાદામાં એક મોટી દુર્ઘટના થઇ ગઇ છે. અહીના ધાનપુર ગામનાં મુસહરીમાં વિજળી પડવાનાં કારણે 9 લોકોનાં મોત નિપજ્યા છે. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે વિજળી પડી તો બાળકો મેદાનમાં રમી રહ્યા હતા. જ્યાં વિજળી પડવાનાં કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. તમામ ઇજાગ્રસ્તાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
નવી દિલ્હી : બિહારનાં નવાદામાં એક મોટી દુર્ઘટના થઇ ગઇ છે. અહીના ધાનપુર ગામનાં મુસહરીમાં વિજળી પડવાનાં કારણે 9 લોકોનાં મોત નિપજ્યા છે. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે વિજળી પડી તો બાળકો મેદાનમાં રમી રહ્યા હતા. જ્યાં વિજળી પડવાનાં કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. તમામ ઇજાગ્રસ્તાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ગરીબોના'રથ' પર તરાપ નહી મારે સરકાર, સંચાલન યથાવત્ત રહેશે: રેલવે મંત્રાલયની સ્પષ્ટતા
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 15 જુલાઇએ ઉત્તરપ્રદેશનાં બલરામપુર જિલ્લામાં એક પ્રાઇમરી સ્કુલના છાપરા પર વિજળીનો હાઇટેન્શન તાર પડી જવાનાં કારણે 52 બાળકો તેની ઝપટે ચડ્યા હતા. આ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. જેમાં ચારની સ્થિતી ગંભીર હતી. ઉતરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારનાં વિશનપુર ગામની પ્રાઇમરી સ્કુલમાં આ દુર્ઘટના થઇ હતી. ઉતરોલા સર્કલનાં ઓફીસર મનોજ યાદવે પણ આ વાતની પૃષ્ટી કરી હતી. મનોજ યાદવે કહ્યું કે, પ્રાથમિક શાળાના છાપરા પર હાઇટેન્શન તાર પડવાનાં કારણે 52 બાળકોને અસર થઇ હતી.
લોકસભા સ્પીકરે વિપક્ષ સાંસદને ચોપડાવ્યું, મારા સ્ટાફને હાથ ના લગાવશો
સ્વતંત્રતા દિવસના ભાષણ માટે PM મોદીએ મુદ્દા આપવા માટે જનતાને કરી અપીલ
શાળાના શિક્ષકે જણાવ્યું કે, શાળામાં 60 વિદ્યાર્થીઓ આવ્યા હતા. શાળાનાં કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરેલું હતું. શાળાની પાછળ શિશમ, યુકેલિપ્ટસ અને આંબાના ઝાડ હતા. નયનાનગર વિજળી પુરી પાડતું હાઇટેન્શન તાર આ ઝાડને અડીને નિકળે છે. આ લાઇનનો એક વિજળીનો તાર શાળાના છાપરા પર પડ્યો હતો, જેના કારણે હાઇવોલ્ટેજ કરંટ સમગ્ર શાળામાં ફેલાઇ ગયો હતો.