પટણા: પોલીસે BJP નેતાઓ-કાર્યકરોને દોડાવી દોડાવીને માર્યા, લાઠીચાર્જમાં ભાજપના નેતાનું મોત
Bihar News: બિહારમાં વિધાનસભામાં હંગામા બાદ પ્રોટેસ્ટ કરી રહેલા ભાજપના નેતાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. આ ઘટનામાં એક ભાજપ નેતાનું મોત થયું છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે પટણાના ડાકબંગલાના ચાર રસ્તા પર પોલીસે બળ પ્રયોગ કર્યો. લાઠીચાર્જમાં જહાનાબાદનગરમાં ભાજપના મહામંત્રી વિજયકુમાર સિંહનું મોત થયું છે.
બિહારમાં વિધાનસભામાં હંગામા બાદ પ્રોટેસ્ટ કરી રહેલા ભાજપના નેતાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. આ ઘટનામાં એક ભાજપ નેતાનું મોત થયું છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે પટણાના ડાકબંગલાના ચાર રસ્તા પર પોલીસે બળ પ્રયોગ કર્યો. લાઠીચાર્જમાં જહાનાબાદનગરમાં ભાજપના મહામંત્રી વિજયકુમાર સિંહનું મોત થયું છે. લાઠીચાર્જમાં પોલીસે મહિલાઓને પણ છોડી નહીં અને નેતાઓને દોડાવી દોડાવીને પીટવામાં આવ્યા. જે જ્યાં મળ્યા ત્યાં પડ્યા અને પોલીસે તેમના પર લાઠી વરસાવી. આ લાઠીચાર્જમાં ભાજપના ડઝન કાર્યકરો સહિત કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ ઘાયલ થયા છે. ઘાયલોમાં સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલ પણ હોવાનું કહેવાય છે.
પોલીસ લાઠીચાર્જમાં તેઓ ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલ લઈ જવાયા તો ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા. આ ઘટના બાદ રાજનીતિ ગરમાઈ છે. આ મામલે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ નીતિશ સરકારને ઘેરી છે. ભાજપ અધ્યક્ષે ટ્વીટ કરીને કહ્યું કે ભાજપ કાર્યકરો પર પટણામાં થયેલો લાઠીચાર્જ એ રાજ્ય સરકારની નિષ્ફળતા અને બોખલાહટનું પરિણામ છે. મહાગઠબંધનની સરકાર ભ્રષ્ટાચારના કિલ્લાને બચાવવા માટે લોકતંત્ર પર હુમલો કરી રહી છે. જે વ્યક્તિ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ છે તેને બચાવવા માટે બિહારના મુખ્યમંત્રી પોતાની નૈતિકતા સુદ્ધા ભૂલી ગયા છે.
આ બાજુ ભાજપના નેતા સુશીલ મોદીએ કહ્યું કે પોલીસે લાઠીચાર્જ કર્યો, ત્યારબાદ વિજયકુમાર પડી ગયા. તબિયત બગડી ગઈ. તેમને હોસ્પિટલ લઈ જવાયા પરંતુ બચાવી શકાયા નહીં. સુશીલ મોદીએ આ ઉપરાંત ટ્વીટ કરીને એમ પણ કહ્યું કે પોલીસે તેમની ધરપકડ કરી છે. તેમણે આ મામલે એમ પણ કહ્યું કે આવી સરકારને અમે બિલકુલ નહીં છોડીએ. તેમના વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરીશું. લાઠીચાર્જમાં અમારા 12થી વધુ વિધાયક અને નેતાઓ ઘાયલ થયા છે.
અત્રે જણાવવાનું કે પટણાનો માહોલ સવારથી જ ગરમ હતો. ખૂણે ખૂણે પોલીસબળ તૈનાતી હતી. ભાજપ વિધાયકોની વિધાનસભા માર્ચ થવાની હતી. ગાંધી મેદાનથી શરૂ થનારી માર્ચને લઈને સવારથી જ કાર્યકરોની ભીડ ભેગી થવા લાગી હતી. 12 વાગ્યે નિર્ધારિત સમય પર માર્ચ શરૂ થઈ. પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં માર્ચ આગળ વધી રહી હતી. માર્ચ જેવી ડાકબંગલા ચાર રસ્તા પર પહોંચી કે અચાનક લાઠીચાર્જ થવા લાગ્યો. પોલીસનું કહેવું છે કે ભાજપ કાર્યકરો તરફથી પથ્થર અને કાંકરા ફેંકવામાં આવ્યા હતા. ત્યારબાદ લાઠીચાર્જ કરવામાં આવ્યો. એવું પણ કહેવાય છે કે પોલીસે ભાજપ વિધાયકો અને કાર્યકરોને ડાકબંગલા ચાર રસ્તા પર રોકવાની કોશિશ કરી પરંતુ ભાજપ કાર્યકરો અને નેતાઓ માન્યા નહીં તો અંતે પોલીસે લાઠીચાર્જ કર્યો. એટલું જ નહીં ભાજપના નેતાઓ પર વોટરકેનનનો પ્રયોગ પણ કરાયો. લાઠીચાર્જમાં પોલીસે મહિલાઓને પણ છોડી નહીં અને નેતાઓને દોડાવી દોડાવીને પીટવામાં આવ્યા. જે જ્યાં મળ્યા ત્યાં પડ્યા અને પોલીસે તેમના પર લાઠી વરસાવી. આ લાઠીચાર્જમાં ભાજપના ડઝન કાર્યકરો સહિત કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ ઘાયલ થયા છે. ઘાયલોમાં સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલ પણ હોવાનું કહેવાય છે.
શિક્ષક નિયુક્તિના મુદ્દે સરકાર વિરુદ્ધ મોરચો
આ અગાઉ ગુરુવારે સદનમાં જોરદાર હંગામો જોવા મળ્યો. શિક્ષકોની નિયુક્તિનો મુદ્દો ઉઠાવતા સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું. ભાજપના સભ્યોએ વેલમાં પહોંચીને સરકારને ઘેરી અને પ્રદર્શન કર્યું. ત્યારબાદ ભ ાજપના બે વિધાયકોને વિધાનસભામાંથી માર્શલ આઉટ કરી દેવાયા. બાદમાં રેલી કાઢી રહેલા વિધાયકો અને નેતાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો.