પટના : રાજધાની પટનામાં રાલોસપાની પાર્ટીએ શનિવારે સરકારની વિરુદ્ધ આક્રોશ રેલી ગાઢી હતી. જો કે આ આક્રોશ રેલી દરમિયાન રાલોસપા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ પોલીસે રાલોસપા નેતાઓ પર ભારે લાઠીચાર્જ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ લાઠીચાર્જમાં રાલોસપા પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાને પણ ઇજા થઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ બની કે બિહારમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારાઓ મુદ્દે રાલોસપા પાર્ટીએ રાજધાની પાર્ટીમાં આક્રોશ માર્ચનું આયોજન કર્યું હતું. આ માર્ચ ગાંધી મેદાનથી રાજ ભવન જઇ રહ્યા હતા. જો કે પટનાના ડાકબંગલા ચાર રસ્તા પર પોલીસ અને રાલોસપા કાર્યકર્તાઓમાં ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ પોલીસે કાર્યકર્તાઓ પર લાટીચાર્જ કરી દીધો હતો. અનેક કાર્યકર્તાઓને પણ ઇજાઓ થઇ હતી. 


સમાચાર અનુસાર આક્રોશ માર્ચનું નેતૃત્વ ઉપેન્દ્ર કુશવાહા પોતે કરી રહ્યા હતા. જો કે પોલીસ આ રેલીને અટકાવવા માંગતી હતી. જો કે રાલોસપા કાર્યકર્તાઓ આગળ વધવા માટે જીદ કરી રહ્યા હતા. બીજી તરફ કાર્યકર્તાઓ અને પોલસ વચ્ચે ઘર્ષણ થઇ ગયું હતું. બીજી તરફ પોલીસે કાર્યકર્તાઓને નિયંત્રીત કરવા માટે લાઠીચાર્જ કરી દીધો હતો. 



લાઠીચાર્જમાં રાલોસપાનાં અનેક કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. બીજી તરફ ઉપેન્દ્ર કુશવાહાએ પણ દાવો કર્યો કે તેમના પર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો. બીજી તરફ તેમની તબિયત બગડવાનાં પણ સમાચાર છે. તેમને સારવાર માટે પીએમસીએચ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. રાલોસપાના કાર્યકર્તાઓના ટોળા પર પોલીસ દ્વારા જળપ્રહાર (વોટર કેનન)નો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.