મધેપુરા: બિહાર (Bihar) ના મધેપુરા (Madhepura) વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે કોરોના વાયરસ (Coronavirus) ની વેક્સિન (Vaccine)ના 11 ડોઝ લેવાનો દાવો ભારે પડી ગયો છે. આ સમાચારે સમગ્ર દેશમાં ધ્યાન ખેંચ્યું હતું. ત્યારે આજે એક મહત્ત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે. બિહારના મધેપુરા પોલીસે (Madhepura Police) આ વૃદ્ધ વિરુદ્ધ એક ફરિયાદ (FIR) દાખલ કરી લીધી છે. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રની ફરિયાદ (FIR)ના આધારે વૃદ્ધ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હોવાની માહિતી મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુઝર્ગ વ્યક્તિએ લગાવી કોવિડ વેક્સિનના 11 ડોઝ!
તમને જણાવી દઈએ કે કોવિડ 19 વેક્સિનના 11 ડોઝ લેવાનો દાવો કરનાર બુઝુર્ગનું નામ બ્રહ્મદેવ મંડલ છે. બ્રહ્મદેવ મંડલ મધેપુરાના જૂના વિસ્તારમાં રહે છે. વેક્સીનના 11 ડોઝ લેનાર બ્રહ્મદેવ મંડલના દાવા બાદ સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો હતો. બ્રહ્મદેવ મંડલે દાવો કર્યો હતો કે જ્યારથી તેમણે કોરોના વેક્સીન લેવાનું શરૂ કર્યું છે તેઓ બીમાર પડ્યા નથી. તેમના સ્વાસ્થ્યમાં સતત સુધારો થઈ રહ્યો છે. તેમના શરીરમાંથી અનેક રોગ મટી ગયા છે.


કેસની તપાસમાં જોડાઈ પોલીસ
પુરૈની પોલીસ સ્ટેશનના SHO એ જણાવ્યું છે કે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર તરફથી ફરિયાદ કરવામાં આવી છે. આ કેસમાં કાર્યવાહી કરતા અમે આરોપી વિરુદ્ધ FIR દાખલ કરી લીધી છે અને આગળની તપાસ ચાલું છે.


11 મહિનામાં લગાવ્યા વેક્સિનના 11 ડોઝ
તેમણે વધુમાં જણાવ્યું કે આરોપી બ્રહ્મદેવ મંડલે 13 ફેબ્રુઆરી 2021થી 4 જાન્યુઆરી 2022ની વચ્ચે ઘણી વખત કોરોના વાયરસની વેક્સિનના 11 ડોઝ લીધા. હવે તમારા મનમાં એક સવાલ થશે કે કેવી રીતે સંભવ છે? તો અમે તમને જણાવીએ કે આરોપીએ દરેક વખતે અલગ અલગ પુરાવાનો ઉપયોગ કર્યો હતો. આરોપી સ્વાસ્થ્યકર્મીઓને ભ્રમિત કરીને રસીના ડોઝ લીધા છે.


અગાઉ મધેપુરાના સિવિલ સર્જન ડોક્ટર અમરેન્દ્ર પ્રતાપ શાહીએ જણાવ્યું હતું કે, બ્રહ્મદેવ મંડલનો દાવો સાચો છે ખોટો તે તપાસનો વિષય છે. અમે હોસ્પિટલના રેકોર્ડને ચેક તરી રહ્યા છીએ. જો આ દાવો યોગ્ય ઠરશે તો તેમાં સામેલ લોકો વિરુદ્ધ એક્શન લેવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube