Bihar News: બિહારમાં આજે જેડીયુ અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું. જનતા દળ યુનાઈટેડની બેઠકમાં મુખ્યમંત્રી નીતિશકુમારે આ નિર્ણય લીધો છે. સાંજે 4 વાગે મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત  કરી પોતાનું રાજીનામું સોપશે અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નીતિશકુમાર ભાજપનો સાથ છોડશે એવી અટકળો સતત થઈ રહી હતી. જેના પર હવે મહોર લાગી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે જેડીયુ તરફથી ઔપચારિક જાહેરાત કરાઈ નથી. પરંતુ બંને પક્ષનું ગઠબંધન હવે તૂટી ગયું છે. સીએમ નીતિશકુમાર મહાગઠબંધન સાથે સરકાર બનાવશે જેમાં આરજેડી, લેફ્ટ અને કોંગ્રેસ સામેલ હશે. સાંજે તેઓ જ્યારે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે ત્યારે મહાગઠબંધનના નેતાઓ પણ તેમની સાથે હાજર રહેશે અને ગવર્નરને સમર્થન પત્ર સોપશે. 


Bihar Political Crisis: લાલુ યાદવની પુત્રીની ટ્વીટ, 'રાજતિલક કી કરો તૈયારી, આ રહે હૈ લાલટેન ધારી'


જેડીયુ વિધાયક બોલ્યા- નીતિશ સાથે છીએ
બેઠકમાં જેડીયુના ધારાસભ્યો, સાંસદો અને નેતાઓએ નીતિશકુમારને કહ્યું કે તેઓ તેમની સાથે છે. નીતિશકુમાર આગળ જે પણ નિર્ણય લેશે તેમાં તેઓ બધા સાથે રહેશે. બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં 43 બેઠકો પર સમેટાયેલી જેડીયુને મુખ્યમંત્રી પદ આપ્યા બાદ ભાજપનો જે પ્રકાર વર્તાવ રહ્યો તે નીતિશકુમારને ગમ્યો નહીં. વિભિન્ન મુદ્દાઓ પર ભાજપ અને જેડીયુ અલગ અલગ રાગ આલાપતા રહ્યા. આવામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહના રાજીનામા બાદ જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે જે પ્રકારે ચિરાગ મોડલની વાત કરી તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે જેડીયુ અલગ રસ્તે નીકળી ગઈ છે. 


સૂત્રોના જણાવ્યાં મુજબ આજે થયેલી મહાગઠબંધનની બેઠકમાં આરજેડીના ધારાસભ્યો, એમએલસી અને રાજ્યસભાના સાંસદોએ તેજસ્વી યાદવને કોઈ પણ નિર્ણય લેવા માટે અધિકૃત કરી દીધા અને કહ્યું કે તેઓ તેમની સાથે છે. જ્યારે કોંગ્રેસ અને લેફ્ટના ધારાસભ્યોએ કહ્યું કે તેઓ તેજસ્વી યાદવ સાથે છે. 


મહારાષ્ટ્રમાં 40 દિવસ બાદ કેબિનેટ વિસ્તરણ થયું, જાણો કોણે કોણે લીધા મંત્રીપદના શપથ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube