Bihar Political Crisis: લાલુ યાદવની પુત્રીની ટ્વીટ, `રાજતિલક કી કરો તૈયારી, આ રહે હૈ લાલટેન ધારી`
આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ આજે એક ટ્વીટ કરી. જેના અનેક અર્થ નીકળી રહ્યા છે. મુખ્યમંત્રી નીતિશકુમાર રાજ્યપાલને મળે તે પહેલા રોહિણી આચાર્યએ ટ્વીટ કરીને કહ્યું કે `રાજતિલક કી કરો તૈયારી, આ રહે હૈ લાલટેનધારી`. રોહિણીની ટ્વીટ એવા સમયે આવી છે જ્યારે રાજ્યના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ છે.
Bihar Political Crisis: બિહારમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવની પુત્રીએ ટ્વીટ કરીને ખળભળાટ મચાવ્યો. લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ ટ્વીટ કરીને કહ્યું કે રાજતિલકની તૈયારી કરો, લાલટેન ધારી આવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી નીતિશકુમાર આજે 4 વાગે રાજ્યપાલ ફાગુ ચૌહાણ સાથે મુલાકાત કરશે. મહાગઠબંધનના નેતા પણ સાથે પોતાનો સમર્થનપત્ર સોંપશે.
લાલુ પ્રસાદ યાદવની પુત્રીની ટ્વીટ
આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ આજે એક ટ્વીટ કરી. જેના અનેક અર્થ નીકળી રહ્યા છે. મુખ્યમંત્રી નીતિશકુમાર રાજ્યપાલને મળે તે પહેલા રોહિણી આચાર્યએ ટ્વીટ કરીને કહ્યું કે 'રાજતિલક કી કરો તૈયારી, આ રહે હૈ લાલટેનધારી'. રોહિણીની ટ્વીટ એવા સમયે આવી છે જ્યારે રાજ્યના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ છે. નીતિશકુમારે ગમે તે પળે ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી શકે છે. તેઓ આજે રાજ્યપાલને પણ મળવાના છે. આ અગાઉ નીતિશકુમારે આજે પટણામાં પોતાના ઘરે ધારાસભ્યો અને સાંસદોની બેઠક પણ બોલાવી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube