નવી દિલ્હીઃ જનતા દળ યૂનાઇટેડ (JDU) નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે લલન સિંહની પસંદગી કરવામાં આવી છે. શનિવારે દિલ્હીમાં જેડીયૂની કાર્યકારિણીની બેઠકમાં મુખ્યમંત્રી નીતીશ કુમારની હાજરીમાં કેન્દ્રીય મંત્રી આરસીપીસી સિંહે રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યુ હતું. ત્યારબાદ લલન સિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કાર્યકારિણીની બેઠકમાં પાર્ટીના બધા સાંસદ અને આશરે બે ડઝન રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ સામેલ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેડીયૂના અધ્યક્ષ પદની રેસમાં રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહનું નામ સૌથી આગળ ચાલી રહ્યુ હતુ. લલન સિંહ મુખ્યમંત્રી નીતીશ કુમારના સૌથી નજીક છે. પાછલા વર્ષે ડિસેમ્બર મહિનામાં પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ ખુરશી પર આરસીપી સિંહને બેસાડ્યા હતા. તમામ રાજકીય સમીકરણોને સાધતા તેમને પાર્ટીમાં સર્વોચ્ચ નેતૃત્વ આપવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા છે. મંત્રી બન્યા બાદ પાર્ટી માટે સમય કાઢી શકતા નહતા, તેવામાં પાર્ટીએ ફરી નવા અધ્યક્ષની શોધ કરવી પડી છે. 


આસનસોલથી BJP સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી સંન્યાસની કરી જાહેરાત  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube