Bihar Politics: બિહારના રાજકારણમાં જબરદસ્ત મોટો વળાંક, BJP હાઈકમાને લાલુ પરિવારને ફોન કર્યો
બિહારમાં ભાજપ અને જેડીયુ ગઠબંધન તૂટવાની અટકળો થઈ રહી છે. ભાજપ અને નીતિશકુમાર વચ્ચે વધતું અંતર શું બિહારમાં નવી ગઠબંધન સરકાર લાવશે? એવી ચર્ચાઓ જોરમાં છે. બિહારમાં તમામની નજર હવે સીએમ નીતિશકુમારની પાર્ટી જેડીયુ અને મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડી દ્વારા પોત પોતાના વિધાયકોની બોલાવેલી બેઠક પર છે. જેનાથી બિહારમાં રાજકીય પરિવર્તનની અટકળો તેજ થઈ છે.
Bihar Latest News: બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. ભાજપ હાઈકમાને પોતાના કટ્ટર વિરોધી આરજેડીના ચીફ લાલુ યાદવના પરિવાર સાથે વાતચીત કરી છે. સૂત્રો પાસેથી આ જાણકારી મળી છે. બિહારમાં ભાજપ અને જેડીયુ ગઠબંધન તૂટવાની અટકળો થઈ રહી છે. ભાજપ અને નીતિશકુમાર વચ્ચે વધતું અંતર શું બિહારમાં નવી ગઠબંધન સરકાર લાવશે? એવી ચર્ચાઓ જોરમાં છે.
બિહારમાં તમામની નજર હવે સીએમ નીતિશકુમારની પાર્ટી જેડીયુ અને મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડી દ્વારા પોત પોતાના વિધાયકોની બોલાવેલી બેઠક પર છે. જેનાથી બિહારમાં રાજકીય પરિવર્તનની અટકળો તેજ થઈ છે. આ બધા વચ્ચે આરજેડીએ પોતાના તમામ વિધાયકોને કહ્યું છે કે આગામી 3-4 દિવસ પટણામાં જ રહે. બીજી બાજુ આવો જ આદેશ કોંગ્રેસે પણ પોતાના વિધાયકોને આપ્યો છે. આરજેડીને લેફ્ટના ધારાસભ્યોનો પણ સાથ મળી રહ્યો છે. પરંતુ ભાજપ હાઈકમાન તરફથી લાલુ યાદવના પરિવારને કરાયેલા ફોને બધાને ચોંકાવી દીધા છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ બિહારમાં મહારાષ્ટ્રવાળી ગેમ થવાની તૈયારી હતી. સીએમ નીતિશકુમાર માટે આરસીપી સિંહ એકનાથ શિંદે બનવાના હતા. પરંતુ તે પહેલા જ નીતિશકુમારે સ્થિતિ જાણી લીધી અને આરસીપી સિંહે જેડીયુથી અલગ થવું પડ્યું. કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા આરસીપી સિંહને જેડીયુ તરફથી ફરી રાજ્યસભા સભ્ય ન બનાવવા પાછળ પણ આ જ કારણ કહેવાઈ રહ્યું છે. ભાજપ સાથે વધેલી આરસીપી સિંહની નીકટતા જેડીયુને ગમી નહીં.
આ બધા વચ્ચે કોંગ્રેસની બિહાર શાખાએ રાજ્યમાં રાજકીય ફેરફારની અટકળો વચ્ચે એક ડગલું આગળ વધતા નીતિશકુમાર જો ભાજપ સાથે નાતો તોડે તો તે પરિસ્થિતિમાં તેમને બિનશરતી સમર્થનની જાહેરાત કરી છે. અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટી (AICC) સચિવ અને પાર્ટી ધારાસભ્ય શકીલ અહેમદ ખાને કહ્યું કે તમામ પાર્ટી ધારાસભ્યોએ સર્વસંમતિથી નીતિશકુમારના ભાજપ સાથે નાતો તોડવાની સ્થિતિમાં અસ્તિત્વમાં આવનારા નવા સમીકરણનું સમર્થન કરવાનો સંકલ્પ લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube