Bihar Politics: બિહારના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજ્યમાં ભાજપ-જેડીયુનું ગઠબંધન આખરે પડી ભાંગ્યુ છે. જેડીયુએ  પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી જેમાં આ નિર્ણય લેવાયો. સીએમ નીતિશકુમાર આજે સાંજે 4 વાગે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. આ સાથે મહાગઠબંધનના નેતા સમર્થન પત્ર પણ સોંપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પડી ભાંગ્યુ જેડીયુ-ભાજપ ગઠબંધન
બિહારમાં જેડીયુ અને ભાજપ વચ્ચેનું ગઠબંધન આખરે પડી ભાંગ્યુ છે. નીતિશકુમારે આ નિર્ણય જેડીયુની બેઠકમાં લીધો છે. 


નીતિશકુમાર રાજીનામું નહીં આપે
આ બધા વચ્ચે જાણકારી મળી રહી છે કે નીતિશકુમાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે. તેઓ ભાજપના મંત્રીઓની હકાલપટ્ટી કરશે. બીજી બાજુ લોક સમતા પાર્ટી (RLSP) ના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ નીતિશકુમારના નેતૃત્વમાં આગળ વધવાની વાત કરી છે. તેમણે ફેસબુક પર લખ્યું કે ક્રાંતિ દિવસના અવસરે સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. આવો ક્રાંતિ દિવસથી પ્રેરણા લઈએ, કઈક નવું કરવાની, નવું શરૂ કરવાની. બિહારવાસીઓ, દેશને નવી દિશા આપવાની. નીતિશકુમારના નેતૃત્વમાં ડગલેને પગલે આગળ વધવાની. 


Bihar Politics: બિહારના રાજકારણમાં જબરદસ્ત મોટો વળાંક, BJP હાઈકમાને લાલુ પરિવારને ફોન કર્યો


જેડીયુના મોટાભાગના સાંસદ-ધારાસભ્ય બેઠકમાં પહોંચ્યા
જેડીયુની બેઠકમાં મોટાભાગના સાંસદો અને ધારાસભ્યો પહોંચી ગયા છે. જેડીયુના એમએલસી બીરેન્દ્ર નારાયણ સિંહે કહ્યું કે બેઠકમાં જે પણ નિર્ણય લેવાશે તેને સ્વીકારીશું. જેડીયુ નેતા અને પૂર્વ મંત્રી નીરજકુમારે કહ્યું કે અમારા નેતા નીતિશકુમારની છબી પર ધબ્બો લગાવવાની કોશિશ મંજૂર નથી. આ બધા વચ્ચે કોંગ્રેસના  ધારાસભ્ય શકીલ અહેમદે મોટો દાવો કરતા કહ્યું કે જેડીયુ-ભાજપની સરકાર પડી ગઈ છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો રાબડી દેવીના ઘરે પહોંચી ગયા છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝાએ કહ્યું કે બેઠક બાદ બધુ નક્કી થઈ જશે કે સીએમનો ચહેરો કોણ રહેશે પરંતુ હજુ તેના પર કોઈ વાત થઈ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube