પટણા: 2019ની લોકસભા ચૂંટણી પહેલા એલજેપી પ્રમુખ રામવિલાસ પાસવાનની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. વિપક્ષના વિરોધ બાદ પાસવાન વિરુદ્ધ ઘરના લોકોએ જ મોરચો ખોલ્યો છે. રામવિલાસ પાસવાનની પુત્રી આશા પાસવાને એલાન કર્યુ છે કે જો તેમને આરજેડીમાંથી ટિકિટ મળશે તો તેઓ પિતા અને તેમની પાર્ટીની વિરુદ્ધ ચૂંટણી લડવા માટે તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાજીપુરથી ચૂંટણી લડવાની આશા
પિતા અને તેમની પાર્ટી વિરુદ્ધ ચૂંટણી લડવાની જાહેરાત કરતા આશા પાસવાને હાજીપુર વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવાની આશા વ્યક્ત કરી છે. આશા પાસવાને મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે પિતાએ હંમેશા ચિરાગ પાસવાનને જ આગળ વધારવાનું વિચાર્યું છે. તેમણે કહ્યું કે રામવિલાસ પાસવાન શરૂઆતથી જ તેની અવગણના કરતા રહ્યાં છે. જેના કારણે તેમણે આરજેડી તરફ જવાનો ફેસલો લીધો છે. 


મને નથી મળી પ્રાથમિકતા-આશા
પિતા વિરુદ્ધ બોલતા આશાએ કહ્યું કે રાજકારણ હોય કે ઘર રામવિલાસ પાસવાન પુત્ર ચિરાગને જ મહત્વ આપે છે. તેમણે કહ્યું કે રાજકારણમાં ભલે પિતા તેમની સાથે ન હોય પરંતુ તેમના પતિ અનિલ સાધુ તેમનો હાથ થામશે અને ચૂંટણી લડવામાં મદદ કરશે. 



અનિલ સાધુએ પણ રામવિલાસ વિરુદ્ધ ખોલ્યો મોરચો
અનિલ સાધુએ પણ રામવિલાસ પાસવાન વિરુદ્ધ ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. અત્રે જણાવવાનું કે અનિલ સાધુ ગત ચૂંટણીમાં જ આરજેડીમાં સામેલ થયા હતાં. અનિલે પાસવાન પર દલિતોને બંધુઆ મજૂરો સમજવાનો આરોપ લગાવતા કહ્યું કે પાસવાને તમામ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકોનું અપમાન કર્યુ છે. દલિત તેમના બંધુઆ મજૂરો નથી.


તેમણે કહ્યું કે અમે પતિ પત્ની પૂરેપૂરી રીતે લોજપા પ્રમુખ સામે ટકરાવવા માટે તૈયાર છીએ. આરજેડી અમારો (પતિ પત્નીનો) પાર્ટીમાં જ્યાં પણ પ્રયોગ કરવા માંગે અમે તે માટે તૈયાર છીએ. રામવિલાસ પાસવાન દલિતોના નહીં, પરંતુ સવર્ણોના નેતા છે. આમ હવે રામવિલાસ પાસવાનને તેમના ઘરમાં જ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી લોકસભા ચૂંટણીમાં પાસવાનના જમાઈ કે પુત્રી જ તેમની સામે પડે તેવા એંધાણો જોવા મળી રહ્યાં છે.