પટના : એનડીએમાં સીટોની વહેંચણી મુદ્દે સતત નિવેદનો આવી રહ્યા છે કે સીટ શેરિંગ અંગે વાત થઇ ચુકી છે. સાથે જ તેમ પણ કહેવાઇ રહ્યું છે કે, એનડીએનાં સહયોગી દળોની વચ્ચે કોઇ પ્રકારની સમસ્યા નથી. જો કે હાલનાં રાજનીતિક ઘટનાક્રમથીએવું લાગી રહ્યું છે કે બિહાર એનડીએમાં બદા પક્ષો સંતુષ્ટ નથી. એકવાર ફરીથી આરએલએસપીની તરફતી સીટ વહેંચણી મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. આરએલએસપીએ શનિવારે ભાજપની વિરુદ્ધ મોર્ચો કોલી દીધો હતો અને જેડીયુની સાથો સાત છોડવા માટેની પણ સલાહ આપી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીયમંત્રી ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આરએલએસપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી નાગમણિએ શનિવારે કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં સીટોની વહેંચણી મુદ્દે આરએલએસપીને ચીડવાઇ રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમને એનડીએ છોડીને મહાગઠબંધનમાં જવા માટે મજબુર કરવામાં આવી રહ્યા છે. નીતીશ કુમાર પર નિશાન સાધતા નાગમણિએ કહ્યું કે, ભાજનું દુર્ભાગ્ય છે કે મુખ્યમંત્રી નીતીશ કુમાર પાસે કોઇ જ મતબેંક નથી. પરંતુ તેને હવામાં રખાઇ રહ્યા છે અને આરએલએસપીને ચીડવવામાં આવી રહ્યા છે. 

નાગમણિ સિંહે કહ્યું કે, હાલનાં સમયમાં નીતીશ કુમાર પાસે માત્ર 1.5 ટકા મત છે. પરંતુ આરએલએસપીની પાસે 10 ટકા મત છે. એટલા માટે આરએલએસપી મહાગઠબંધને પાર્ટીઓ સાથે માળ મેળવી લેશે તો ભાજપે ઘણુ મોટુ નુકસાન ઉટાવવું પડશે. તેમણે ભાજપને સલાહ આપતા કહ્યું કે, તેમને જેડીયુંમાંથી છુટકારો મેળવવો જોઇએ. જો તેઓ જલ્દી આવું નહી કરે તો એનડીએ સંપુર્ણ રીતે સમાપ્ત થઇ જશે. 

આગામી લોકસભા ચૂંટણી માટે એનડીએમાં બિહારની 40 સીટોની વહેંચણી માટે ભાજપ, લોકજનશક્તિપાર્ટી અને જેડીયુમાં વાતચીત ચાલી રહી છે પરંતુ અત્યાર સુધી તેમાં રાલોસપાને આ વાતચીતમાં સમાવિષ્ટ નથી કરવામાં આવ્યા છે. 

સીટોની વહેંચણી મુદ્દે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ બે દિવસ પુર્વે ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળી ચુક્યા છે. બીજી તરફ શુક્રવારે જેડીયુ અને એલજેપીની વચ્ચે પણ સીટ શેરિંગ અને ઉમેદવારો મુદ્દે ચર્ચા કરવામાં આવી છે.