પટના : લોકસભા ચૂંટણી 2019ના મુદ્દે બિહારની રાજનીતિ ગરમ થઇ જઇ રહી છે. બિહારમાં પટના સાહિબના હાલના સાંસદ તથા ભાજપ નેતા શત્રુઘ્ન સિન્હાની ટિકિટ કપાઇ હોવાનાં સમાચારો આવી રહ્યા છે. બીજી તરપ ઘણા એવા ઉમેદવારોના નામ પણ લેવાઇ રહ્યા છે જે પટના સાહેબથી ભાજપના ઉમેદવાર હોઇ શકે છે. તેમાં સુશીલ મોદીને પટના સાહેબ પાસેથી ટિકિટ આપવાની ચર્ચા મીડિયામાં તઇ રહી છે. જો કે અધિકારીક રીતે હાલ કંઇ પણ નથી કહેવાયું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ શત્રુઘ્ન સિન્હાએ આ સમગ્ર મુદ્દે એક ટ્વીટ દ્વારા પ્રતિક્રિયા આપી છે. તેમણે ઇશારાઓમાં કહ્યું કે, પટના સાહેબ સીટ પર ભાજપ ઉમેદવારના મુદ્દે જે પણ સમાચારો આવી રહ્યા છે તે માત્ર અફવા છે. તેમણે કહ્યું કે, આ ફેક અને પેડ ન્યૂઝ છે. આ સમાચારોને પ્લાન્ટ કરવામાં આવી રહ્યા છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે, જો તે અધિકારિક છે તો પણ તેને કોઇ જ ફરક નથી પડતો. તેમણે કહ્યું કે, મારૂ સ્ટેન્ડ તે જ છે જે પહેલા છે. 

શત્રુઘ્ન સિન્હાએ સ્પષ્ટ કહ્યું કે, તેઓ પટના સાહેબથી જ ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ અંગે તેમણે કહ્યું કે, સ્થિતી અલગ હોઇ શકે છે, સ્થાન તે જ હશે પટના સાહેબ. એટલે કે તેમણે સ્પષ્ટતા કરી દેવાઇ છે કે તેઓ ચૂંટણીમાં પટના સાહેબથી જ લડશે. જો કે સ્થિતી અલગ હોઇ શકે છે. તેઓ ભાજપથી અલગ થઇને ચૂંટણી મેદાનમાં આવી શકે છે. સિન્હાએ કહ્યું કે તેમાં કંઇ પણ ખોટુ નથી, આ લોકશાહીની લડાઇ છે. તેમાં કોઇ પણ ઉમેદવારનું સ્વાગત કરૂ છું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, શત્રુઘ્ન સિન્હાએ ભાજપથી હટીને સતત નિવેદન આપી રહ્યા છે. એવામાં તે સ્પષ્ટ થઇ ચુક્યું છે કે ભાજપ સાથે તેમની બાર ટિકિટ કપાય તે નિશ્ચિત છે. બીજી તરફ તેમણે પણ એવું લાગી રહ્યું છે કે, એટલા માટે તેઓ ભાજપની વિરુદ્ધ તાલ ઠોકવા માટે પણ તૈયાર છે. 

બીજી તરફ એવા સમાચારો આવી રહ્યા હતા કે, શત્રુઘ્ન સિન્હા પટના સાહેબનાં બદલે આ વખતે લોકસભા ચૂંટણી દિલ્હીથી આપ પાર્ટી સાથે લડશે. તેમની સાથે યશવંત સિન્હાને પણ આપથી ટીકિટ મળે તેા સમાચારો મીડિયામાં આવી રહ્યા હતા. જો કે શત્રુઘ્ન સિન્હાના આ નિવેદન પરથી સ્પષ્ટ છે કે તેઓ પટના સાહેબથી જ ચૂંટણી મેદાનમાં હશે.