વરમાળા પહેરાવતી વખતે જોયો વરરાજાનો ચહેરો અને યુવતીએ લગ્ન કરવાની કહી દીધી ના... જાણો શું હતો મામલો
Bride Refuse To Marry Black Skin Groom: એક યુવક માટે તેનો રંગ લગ્ન તુટવાનું કારણ બન્યો છે. યુવતી વરમાળા પહેરાવવા આવી અને તેનું મન બદલી ગયું. લગ્નસ્થળ પર સર્જાઈ અફરાતફરી.
Bride Refuse To Marry Black Skin Groom: બિહારના સીતામઢી જિલ્લામાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં એક યુવકના લગ્ન થતા થતા અટકી ગયા. લગ્ન અટકવાનું કારણ હતું તેની ત્વચાનો શ્યામ રંગ. જી હા લગ્ન કરવા આવેલા વરરાજાનો ચહેરો જોઈને દુલ્હનને લગ્ન કરવાની ના કહી દીધી. આ ઘટના પ્રકાશમાં આવતા દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. લગ્નના માંડવે આવેલા યુવકનો રંગ કાળો હોવાથી વરમાળા પહેરાવવા આવેલી યુવતીએ લગ્ન કરવાની ના કહી દીધી. બીજી તરફ કન્યા પક્ષના લોકોએ વર પક્ષના લોકોને કલાકો સુધી બંધક બનાવી લીધા.
આ પણ વાંચો:
બાબા બાગેશ્વરનું અપમાન કરનાર લોકો કુતરા.... કેન્દ્રીય મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
PM Modi Japan Visit: G-7 સમિટ માટે આજે જાપાન રવાના થશે વડાપ્રધાન મોદી, જાણો વિગતો
Modi Government: કિરણ રિજિજૂ જ નહીં મોદી સરકારના આ મંત્રીનું પણ બદલાયું મંત્રાલય
જાણવા મળતી માહિતી અનુસાર આ લગ્ન બુધવારે રાત્રે થવાના હતા. લગ્ન કરવા વર પક્ષ વાજતે ગાજતે કન્યાના આંગણે આવ્યો. જ્યારે વરમાળાની વિધિ થઈ તો મંડપમાં દુલ્હન વરમાળા પહેરાવવા આવી. વર કન્યા વચ્ચે વરમાળાની વિધિ થઈ અને દુલ્હન પરત ફરી. ત્યાર પછી જ્યારે તેને લગ્ન માટે મંડપમાં બોલાવવામાં આવી તો તેણે મંડપમાં આવવાની ના કહી દીધી. જ્યારે તેના પરિવારના લોકોએ તેને કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું કે યુવકનો રંગ કાળો છે અને કાળા રંગના યુવક સાથે તે લગ્ન નહીં કરે. યુવતીનો નિર્ણય સાંભળીને તેના પરિવારના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા. આ વાતની જાણ જ્યારે વર પક્ષને થઈ તો લગ્ન સ્થળ પર અફરાતફરી મચી ગઈ.
દુલ્હન જણાવ્યું કે તેણે સ્ટેજ પર પહેલી વખત યુવકનો ચહેરો જોયો. ચહેરો જોયા પછી યુવક તેને પસંદ આવ્યો નહીં તેથી તેણે વરમાળાની વિધિ પછી મંડપમાં જવાની ના કહી દીધી અને લગ્ન કરવાની પણ ના કહી દીધી. આ વાત સામે આવી એટલે લગ્નમાં આવેલા મહેમાનો તો તુરંત જ જવા લાગ્યા પરંતુ જ્યારે વર પક્ષના લોકો જઈ રહ્યા હતા તો કન્યા પક્ષના લોકોએ લગ્નમાં થયેલા ખર્ચની માંગ કરીને તેમને બંધક બનાવી લીધા.
આ મામલો એટલો બીચકી ગયો કે વાત પોલીસ સુધી પહોંચી ગઈ. સુચના મળતા જ સ્થાનિક પોલીસ અધિકારીઓ લગ્ન સ્થળ પર પહોંચ્યા અને બંધક બનાવેલા વરપક્ષના લોકોને છોડાવ્યા. જોકે પોલીસની દરમિયાનગીરી છતાં પણ લગ્ન તો થયા જ નહીં. યુવતીએ જણાવ્યું કે કાળા રંગના યુવક સાથે જો તે બહાર નીકળશે તો લોકો તેની મસ્તી કરશે તેથી તેને આ યુવક સાથે લગ્ન કરવા નથી.