ફરી થયું બિહારીઓનું અપમાન! બંગાળમાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓ સાથે મારપીટ, Viral Video
Bihari student beaten up in west Bengal : રજત ભટ્ટાચાર્યનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પરીક્ષા આપવા સિલીગુડી આવેલા બિહારના યુવકોને ધમકાવી રહ્યો છે, તેમની સાથે ગેરવર્તન કરી રહ્યો છે અને મારપીટ કરી રહ્યો છે. પશ્ચિમ બંગાળ પોલીસ તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે
bihar beaten video : વાત હવે પશ્વિમ બંગાળથી આવેલા એક વાયરલ વીડિયોની. જેના કારણે પશ્વિમ બંગાળથી લઈને બિહાર સુધી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કેટલાંક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે બંગાળ પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને મમતા સરકારને સવાલ પૂછ્યો છે. ત્યારે શું છે સમગ્ર મામલો?
વાયરલ વીડિયો પશ્વિમ બંગાળનો હોવાનું સામે આવી રહ્યું છે. વીડિયોમાં કેટલાંક વિદ્યાર્થીઓ છે. જેમની સાથે મારા-મારી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ મદદ માટે પોકાર લગાવી રહ્યા છે. જીવ બક્ષી દેવા માટે આજીજી કરી રહ્યા છે. શરૂઆતમાં કેટલાંક વિદ્યાર્થીઓ રૂમમાં સૂતા હોય છે અને અચાનક રૂમની લાઈટ ચાલુ થાય છે. કેટલાંક લોકો અંદર આવે છે અને શરૂ થાય છે ડરાવવા અને ધમકાવવાનો વીડિયો...
આ વીડિયોને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો અને આ વીડિયોની સાથે તેમણે કેટલાંક સવાલો ઉભા કર્યા. ગિરિરાજ સિંહે પોસ્ટમાં લખ્યું કે, બંગાળમાં રોહિંગ્યા મુસ્લિમો માટે રેડ કાર્પેટ અને પરીક્ષા આપવા આવેલા બિહારના બાળકોની સાથે મારપીટ?.. શું આ બાળકો હિંદુસ્તાનના અંગ નથી?... શું મમતા સરકારે માત્ર બળાત્કારીઓના બાળકોને બચાવવાનો ઠેકો લીધો છે?
હવે સવાલ એ થઈ રહ્યો છે કે...
- શું બંગાળમાં બિહારી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ન જઈ શકે?...
- શું બંગાળમાં બિહારીની હાજરીથી કોઈ મુશ્કેલી છે?...
- બંગાળમાં પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓ સાથે આવો વ્યવહાર ક્યાં સુધી?...
- પશ્વિમ બંગાળની પોલીસ ક્યારે આ આરોપીઓને પકડશે?...
હકીકતમાં આરોપ છે કે વિદ્યાર્થીઓ પશ્વિમ બંગાળના સિલિગુડીમાં ફિઝિકલ ટેસ્ટ માટે ગયા હતા. ટેસ્ટ પહેલાં રૂમમાં આરામ કરી રહ્યા હતા ત્યારે કેટલાંક શખ્સો તેમના રૂમમાં પહોંચ્યા. રૂમમાં જબરદસ્તીથી આવેલાં લોકોએ વિદ્યાર્થીઓને ઉઠાડ્યા અને અને તેમની સાથે સવાલ-જવાબ કરવા લાગ્યા અને પછી શરૂ થઈ ગુંડાગિરી...
રૂમમાં આવેલાં લોકો વિદ્યાર્થીઓ પાસેથી ડોક્યુમેન્ટ્સ માગવા લાગ્યા અને પછી અપશબ્દો પણ બોલવા લાગ્યા. 4 મિનિટ કરતાં વધારેના આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ શખ્સો વિદ્યાર્થીઓ સાથે મારપીટ પર ઉતરી આવે છે.... જણાવવામાં આવી રહ્યું છે કે, SSC-GDમાં બિહારી ઉમેદવારો સામે પશ્વિમ બંગાળના કેટલાંક શખ્સો નારાજ છે. જેના કારણે તેમણે બિહારના વિદ્યાર્થીઓ પાસે જઈને તેમને ધમકાવ્યા...
બંગાળનો આ વીડિયો વાયરલ થતાં રાજકારણ તેજ થઈ ગયું છે. ગિરિરાજ સિંહે મમતા બેનર્જીને સીધો સવાલ પૂછ્યો છે. આ અંગે ટીએમસી પ્રવક્તાને સવાલ પૂછવામાં આવતાં તેમણે કંઈક આવો જવાબ આપ્યો હતો.