સુશીલ મોદીનો વ્યંગ,RJDના અડધા નેતાઓ જેલમાં તો અડધા જવાની તૈયારીમાં
સુશીલ કુમાર મોદીએ અલકતરા ગોટાળામાં કોર્ટ દ્વારા પુર્વ માર્ગમંત્રી ઇલિયાસ હુસૈન સહિત અન્ય આરોપીઓની સજા અંગે ટીપ્પણી કરી
પટના : બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ અલકતારા ગોટાળામાં કોર્ટ દ્વારાપૂર્વ માર્ગ મંત્રી ઇલિયાસન હુસૈન સહિત અન્ય આરોપીઓને સજાનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, કોર્ટનાં નિર્ણયથી સ્પષ્ટ થઇ ગયું કે 90ના દશકમાં પ્રદેશના માર્ગ કેમ બિસ્માર હતા. તેમણે કહ્યું કે, પૂર્વ મંત્રી પર આવકથી વધારે સંપત્તિનો કેસ દાખલ થવો જોઇએ.
આ તપાસ માટે સીબીઆઇને અલગથી પત્ર લખીને તેની માંગણી કરશે. બીજી તરફ તેમણે આરજેડી લાલુ પરિવાર પર વ્યંગ કરતા કહ્યું કે, જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પોતે સજાયુક્ત છે, તેમાં અલકતરા ગોટાળાના સજાવાળા વ્યક્તિ પર કાર્યવાહી કરવાની હિમ્મત નથી.
આ કેવી પાર્ટી છે જેનાં અડધા જેલમાં છે અને અડધા જેલમાં જવાની અણી પર છે. મો. શહાબુદ્દીન, રાજવલ્લભ યાદવ સહિત અન્ય જેલમાં બંધ છે, તો તેજસ્વી યાદવ, રાબડી દેવી, મીસા ભારતીની ત્રણ ડઝન કરતા વધારે સંપત્તીથી વધારે સંપત્તી જપ્ત થઇ ચુકી છે. આ તમામ ચાર્જશીટેડ છે અને જેલ જવાની લાઇનમાં ઉભા છીએ.
કોંગ્રેસ પર હૂમલો કરતા સુશીલ મોદીએ કહ્યું કે, લાલુ રાજમાં જે માર્ગમાં ખાડા પડી ચુક્યા હતા. આ ભ્રષ્ટાચારમાં કોંગ્રેસ પણ તેટલી જ હિસ્સેદારી છે. શું એવા લોકો દેશ અને રાજ્યના વિકલ્પ બની શકે છે. તેમણે અલકતરા ગોટાળા અંગે ક્હ્યું કે તે 200 કરોડનો ગોટાળો હતો.
આલકતરાની ખરીદી 14 ટકાથી વધીને 93.70 ટકા થઇ ગઇ. તે સમયે વિધાનસભામાં પૂર્વ મંત્રીએ જણાવ્યું હતું કે, 1991થી 1995ની વચ્ચે બે લાખ 21 હજાર મૈટ્રિક ટન અલકતરા બિહારને પ્રાપ્ત થઇ હતી. જ્યારે પેટ્રોલિયમ મંત્રાલયના અનુસાર ત્રણ લાખ14 હજાર મેટ્રીક ટન અલકતરા બિહારને પુરો પાડવામાં આવ્યો હતો.
ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે, તે સમયે જ્યારે આ ગોટાળા પર હોબાળો થયો તો તાત્કાલીક તેના પર ડેમેજ કંટ્રોલ કરવા માટે વિધાનમંડળની સંયુક્ત તપાસ સમિતીની રચના કરી દેવામાં આવી. તેના સંયોજક પશુપાલન ગોટાળા માટે એક અભિયુક્તને બનાવી દેવામાં આવ્યું. ત્યાર બાદ ભાજપની તરફથી સુશીલ કુમાર મોદીએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આઇપીએલ દાખલ કર્યું. હાલમાંકેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આ અરજીનાં વકીલ હતા.