બિહાર: મતદાર યાદીમાં તેજસ્વીના નામની આગળ કોઈ અન્યનો ફોટો બહાર આવ્યો
આજે થઈ રહેલા 7મા તબક્કાના મતદાનમાં બિહારની નાલંદા, પટના સાહિબ, પાટલિપુત્ર, આરા, અરવલ, બક્સર, કારાકાટ અને જાહાનાબાદમાં લોકો વોટ આપી રહ્યા છે
પટનાઃ બિહારમાં આજે લોકસભા ચૂંટણી 2019ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. અત્યારે રાજ્યમાં નાલંદા, પટના સાહિબ, પાટલિપુત્ર, આરા, અરવલ, બક્સર, કારાકાટ અને જાહાનાબાદ લોકસભા સીટ પર મતદાન યોજાઈ રહ્યું છે.
જોકે, આ દરમિયાન ચૂંટણી પંચની મોટી ભૂલ બહાર આવી છે. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નાના પુત્ર અને વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાં છે, પરંતુ તેના નામની સામે ખોટો ફોટો છપાયેલો છે.
UP : મતદાનના એક દિવસ પહેલા રૂ.500 આપીને જબરદસ્તીથી લગાવી સ્યાહી
તેજસ્વી યાદવનું નામ વેટરનરી કોલેજ ખાતેના મતદાન કેન્દ્રમાં છે, પરંતુ અહીં આ ચૂક જોવા મળી છે. આ ગરબડ બાદ ચૂંટણી પંચે કડક આદેશ આપ્યા છે અને જણાવ્યું છે કે, મતદાર યાદી સાથે ચેડા કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.
જૂઓ LIVE TV...