પટના : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુલાકાત બાદ માનવામાં આવી રહ્યું છે કે બિહારમાં જીતવા માટે એનડીએની ફોર્મ્યુલા લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. જો કે આ ફોર્મ્યુલાથી એનડીએના સહયોગી દળ આરએલએસપીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા ખુશ હોય તેવું નથી લાગી રહ્યું. જો કે સીટોની ફોર્મ્યુલા મુદ્દે હજી સુધી એનડીએ સાથે કોઇ પણ પ્રકારનો ખુલાસો થયો નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુત્રો અનુસાર સમાચાર છે કે અમિત શાહ અને નીતીશ કુમારની વચ્ચે સીટોની ફોર્મ્યુલા મુદ્દે ભાજપ-જેડીયુની વચ્ચે બરાબરીની વહેંચણીની ચર્ચા થઇ હતી. સમાચાર એ પણ છે કે ભાજપ - જેડીયુની વચ્ચે બરોબરીની વહેંચણીની વાત થઇ છે. સૌથી ઓછી સીટો આરએલએસપીનાં ખાતામાં જશે. જો કે તે ક્યાસ પણ લગાવવામાં આવી રહ્યો છે કે આરએલએસપીની તરફથી જે પ્રકારની નિવેદનબાજી થઇ રહી છે તેનુ પત્તુ કટ થઇ શકે છે. અને સીટોની અદલા બદલી થઇ શકે છે. 

ઉપેન્દ્ર કુશવાહાને સીટોના મુદ્દે ડર સતાવવા લાગે છે. બીજી તરફ અમિત શાહની મુલાકાત બાદ ઉપેન્દ્ર કુશવાહા ફરીથી મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સીટોની વહેંચણી મુદ્દે જ્યા સુધી એનડીએના તમામ ઘટક દળો એક સાથે બેસીને નક્કી નથી કરતા ત્યા સુધી વાત અધુરી રહેશે સીટોના મુદ્દે હજી સુધી નિર્ણય નથી થયો. હવે આ નિવેદનથી એનડીએમાં નિવેદનબાજી ચાલુ થઇ ચુકી છે. 

બીજી તરફ મહાગઠબંધનના નેતાઓને પણ નિશાન સાધવાની તક મળી ચુકી છે. જો કે ઉપેન્દ્ર કુશવાહાને પહેલાથી જ મહાગઠબંધનમાં સમાવિષ્ટ થવા માટે ઓફર કરવામાં આવી રહી છે. આરજેડીના પ્રવક્તા ભાઇ વીરેનદ્રએ ઉપેન્દ્ર કુશવાહાના નિવેદન અંગે કહ્યું કે, એનડીએમાં તમામ બાબતો યોગ્ય નથી થઇ રહી. આ જ કારણ છે કે ઉપેન્દ્ર કુશવાહા એવા નિવેદન આપી રહ્યા છે. ટુંકમાં જ ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આરએલએશપી અને રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપી મહાગઠબંધનની સાથે થશે. 

ઉપેન્દ્ર કુશવાહાના નિવેદન અંગે એકવાર ફરીથી એનડીએમાં હલચલ થવા લાગી છે. સાથે જ ઉપેન્દ્ર કુશવાહાને ફરીથી મહાગઠબંધનમાં સમાવિષ્ટ થવા માટે ઓફર આવવા લાગી છે. રાજનીતિમાં કંઇ પણ યોગ્ય છે. જો ઉપેન્દ્ર કુશવાહાને સન્માન નહી મળે તો પાર્ટી અવાજ ઉઠાવશે અને આરએલએસપી પોતાનો પક્ષ પલ્ટી પણ શકે છે.