પટના: બિહારના મુઝફ્ફરપુરમાં એક પ્રતિયોગી પરીક્ષામાં ચોરી રોકવા માટે વિચિત્ર રીત અપનાવી છે. અહીં પરીક્ષામાં બેસતાં પહેલાં ડ્રેસ પહેરીને આવેલી મહિલા ઉમેદવારોના સૂટ કાતર વડે કાપી નાખવામાં આવ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર નિયમો મુજબ આમ કરવામાં આવ્યું, કારણ કે ફૂલ બાંઇવાળો ડ્રેસ પહેરીને પરીક્ષામાં બેસવાની મનાઇ હતી. કેટલીક સ્થાનિક ચેનલો પર બતાવવામાં આવ્યા બાદ આ વીડિયો વાયરલ થઇ ગયો. તેમાં સરકારી સ્કૂલમાં બનેલા પરીક્ષા કેંદ્રની બહાર એક મહિલા કાતર વડે છોકરીઓના સૂટની બાંઇ કાપતી જોવા મળી રહી છે. આ પ્રકારે સૂટ કાપવાને લઇને સ્થાનિક લોકો અને મહિલાના પરિજનોએ વિરોધ કર્યો હતો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળા જાદૂનો ડર બતાવી માતા-પુત્રી સાથે 7 વર્ષ સુધી બળાત્કાર ગુજારતો રહ્યો તાંત્રિક 


જિલ્લા શિક્ષણ અધિકારી લલ્લન પ્રસાદ સિંહે કહ્યું કે બીસીઇસીઇબીની નર્સિંગની પરીક્ષા શનિવારે આયોજિત કરવામાં આવી હતી. તેમાં સૂચના આપવામાં આવી હતીએ કે મહિલાઓ આખી બાંઇના સૂટ પહેરીને પરીક્ષા કેંદ્રમાં ન આવે. પરંતુ કેટલીક મહિલા ઉમેદવારોએ આ સૂચનાને નજરઅંદાજ કરી હતી. 


જોકે શિક્ષણ વિભાગે કેસ તપાસના આદેશ આપ્યા છે. સ્કૂલમાં આગળ જતાં કોઇપણ પ્રકારની પરીક્ષા યોજવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમણે કહ્યું કે સૂટની બાંયો કાપવા પાછળ કોઇ ખોટી મંશા ન હતી. આ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે કાર્યવાહી મહિલા કર્મચારી જ કરે. પરંતુ જે પ્રકારે ખુલ્લામાં જે કરવામાં આવ્યું તે યોગ્ય નથી.