રાયપુરઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાના સરહદી ક્ષેત્રોમાં શનિવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન પાંચ જવાન શહીદ થઈ ગયા, જ્યારે 12 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. શહીદ થનારા જવાનોમાં DRG ના 3 અને CRPF ના બે જવાન સામેલ છે. પોલીસ અધિકારીઓ પ્રમાણે સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી એક મહિલા નક્સલીનો મૃતદેહ કબજે કર્યો છે. રાજ્યમાં નકસલ વિરોધી અભિયાનના નાયબ પોલીસ મહાનિરીક્ષક ઓપી પાલે તેની પુષ્ટિ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો આઈજી બસ્તર પી સુંદરરાજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે શરૂઆતી જાણકારીમાં અથડામણ દરમિયાન આશરે 9 નક્સલીઓના મોત થયા છે, જ્યારે 15 ઈજાગ્રસ્ત છે. તેની પુષ્ટિ કરવા માટે અમારે વધારે સમયની જરૂર પડશે. અમારા અનુસાર ત્યાં 250 નક્સલી હતા. 


Maharashtra માં કોરોના વિસ્ફોટ, 49 હજારથી વધુ નવા કેસ, 277 લોકોના મૃત્યુ  


નક્સલ વિરોધી અભિયાનના નાયબ પોલીસ મહાનિરીક્ષક ઓપી પાલે જણાવ્યુ કે, અત્યાર સુધી પ્રાપ્ત જાણકારીમાં કોબરા બટાલિયનના એક જવાન, બસ્તરિયા બટાલિયનના બે જવાનો, ડીઆરજીના બે જવાનો શહીદ થયા છે. આ દરમિયાન 12 જવાનોને ઈજા થઈ છે. તો અથડામણમાં 10 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube