બિજનોર : ઉત્તરપ્રદેશનાં બિજનોરમાં ધોળા દિવસે અજાણ્યા બદમાશોએ બહુજન સમાજવાદી પાર્ટીનાં નેતા હાજી એહસાન અને તેનાં ભત્રીજા શાદાબની ધોળા દિવસે હત્યા કરી દીધી હતી. હત્યારાઓ અંધાધુંધ ગોળીબાર કરીને ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયા. ફાયરિંગના પગલે સમગ્ર બજારમાં અફડા તફડી મચી ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંદુ મહાસગાની માંગ ભારતીય કરન્સીમાં સાવરકરની તસ્વીર છાપવામાં આવે
કેસ નજીમાબાદનો છે, જ્યાં માહિતી મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને આ મુદ્દે તપાસ ચાલુ કરી દીધી છે. દુર્ઘટના સમયે હસન પોતાની ઓફીસમાં ધાર્મિક ગ્રંથ વાચી રહ્યા હતા. ત્યારે અચાનક બે બદમાશો મિઠાઇનો ડબો લઇને તેમની ઓફીસમાં ઘુસ્યા અને અંધાધુંઘ ગોળીબાર કરવા લાગ્યા હતા. 


મધ્યપ્રદેશ: ભાજપનાં ધારાસભ્યો સાંસદ બન્યા, તેમાં કોંગ્રેસને ફાયદો થયો !
'રામ રામ'નો જવાન નહી આપનાર વિદેશી નાગરિક પર ચાકુથી હુમલો
ગોળીઓ હાજી એહસાન અને તેનાં ભત્રીજા શાદાબને લાગી હતી. તે બંન્નેને તત્કાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરાયા હતા. હાજી એહસાન બસપા નઝીબાબાદ વિધાનસભા અધ્યક્ષ હતા. નઝીબાબાદમાં પ્રોપર્ટીનું કામ પણ છે. મુખ્ય બજારમાં જ તેની ઓફીસ પણ આવેલી છે. 
BJPમાં જોડાવા માટે દિલ્હી પહોંચ્યા TMCના 3 ધારાસભ્ય અને 20 કોર્પોરેટર
ડબલ મર્ડરની આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં તંગદીલી ફેલાઇ ગઇ છે. બસપા નેતાના પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું છે. ઘટના બાદ બજારમાં દહેશતનું વાતાવરણ છે. પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા. તપાસ ચાલુ થઇ ગઇ. પોલીસ હવે હુમલાખોરોને શોદી રહી છે. હાલ હત્યાનો ઇરાદો સ્પષ્ટ થયો નથી.