ગેંગરેપ કેસમાં 11 દોષિતોની મુક્તિ સામે બિલકિસ બાનો સુપ્રીમ કોર્ટમાં પહોંચી, આદેશ પર પુનર્વિચારની માંગ કરી
Bilkis Bano Case: ગેંગરેપ કેસના 11 આરોપીઓની ગુજરાત સરકારે સજા માફી હતી, ત્યારબાદ 15 ઓગસ્ટે ગોધરાની જેલમાંથી આરોપીઓ બહાર આવી ગયા હતા.
નવી દિલ્હીઃ Bilkis Bano Gangrape Case: 2002 ગુજરાત રમખાણોની પીડિતા બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી છે. બિલકિસે 13 મેએ આવેલા કોર્ટના આદેશ પર બીજીવાર વિચાર કરવાની માંગ કરી છે. આ આદેશના આધાર પર બિલકિસ સાથે સામૂહિક બળાત્કાર અને અને તેમના પરિવારના સભ્યોની હત્યાના દોષી બહાર આવ્યા હતા. આ મામલો આજે ચીફ જસ્ટિસ સામે રાખવામાં આવ્યો. તેમણે તેના પર વિચાર કરી યોગ્ય બેંચની સામે મુકવાનું આશ્વાસન આપ્યું છે.
13 મેએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અજય રસ્તોગી અને વિક્રમ નાથની બેંચે એક દોષી રાધેશ્યામ શાહની અરજી પર ચુકાદો આપતા કહ્યુ હતું કે તેને સજા 2008માં મળી હતી. તેથી છોડવા માટે 2014માં ગુજરાતમાં બનેલા નિયમ લાગૂ થશે નહીં પરંતુ 1992ના નિયમ લાગૂ થશે. ગુજરાત સરકારે 15 ઓગસ્ટે તેને આધાર બનાવી 14 વર્ષની સજા પુરી કરી ચુકેલા લોકોને છોડી મુક્યા હતા. 1992ના નિયમોમાં આજીવન કેદની સજા પામેલા કેદીઓની 14 વર્ષ બાદ મુક્તિની વાત કહેવામાં આવી હતી, જ્યારે 2014માં લાગૂ થયેલા નિયમમાં જધન્યા અપરાધના દોષીતોને આ છૂટથી વંચિત કરવામાં આવ્યા હતા.
આદેશ પરત લેવાની માંગ
બિલકિસ બાનો તરફથી દાખલ પુનર્વિચાર અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કેસ મહારાષ્ટ્રમાં ચાલ્યો તો નિયમ ત્યાંના નિયમ લાગૂ થવા જોઈએ, ગુજરાતના નહીં. અત્યાર સુધી સુભાષિની અલી, રૂપરેખા વર્મા, મહુઆ મોઇત્રા સહિત ઘણા નેતા અને સામાજિક કાર્યકર્તા દોષીતોને છોડવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમણે ગુજરાત સરકારના આદેશને પડકાર્યો હતો. આ અરજી પર સુનાવણી ચાલી રહી છે. હવે ખુદ બિલકિસ બાનો કોર્ટ પહોંચી છે અને તેમણે 13 મેએ આવેલા સુપ્રીમ કોર્ટના આદેશને પરત લેવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ શ્રદ્ધા હત્યા કેસ: પોલીગ્રાફ ટેસ્ટ પૂરો, આફતાબે કરેલા ખુલાસાઓથી માથું ચકરાઈ જશે
2002ની છે ઘટના
2002ના ગુજરાત તોફાનો દરમિયાન દાહોદ જિલ્લાના રંધિકપુર ગામની બિલકિસ પોતાના પરિવારના 16 સભ્યોની સાથે ભાગી પાસેના ગામ છાપરવાડના ખેતરોમાં છુપાઈ હતી 3 માર્ચ 2002ના ત્યાં 20થી વધુ તોફાનીઓએ હુમલો કર્યો હતો. 5 મહિનાની ગર્ભવતી બિલકિસ સહિત કેટલીક અને મહિલાઓનો બળાત્કાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં બિલકિસની 3 વર્ષની પુત્રી સહિત 7 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી.
2002માં મળી હતી આજીવન કેદની સજા
આરોપીઓ તરફથી પીડિત પક્ષ પર દબાવ બનાવવાની ફરિયાદ મળવા પર સુપ્રીમ કોર્ટે કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દીધો હતો. 21 જાન્યુઆરી 2008ના મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે 11 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. 2017માં બોમ્બે હાઈકોર્ટે આ સજાને યથાવત રાખી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube