મોદી સરકારની આ યોજનાથી બિલ ગેટ્સ પણ હેરાન, ટ્વિટ કરી આપી શુભેચ્છા
મોદી સરકારે દેશ વાસીઓ માટે તમામ નવી યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાંથી મોટા ભાગની યોજનાઓ ઝડપી લોકપ્રિય થઇ છે. થોડા દિવસ પહેલા એટલે કે 2 જાન્યુઆપીએ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી જેપી નડ્ડાએ આયુષ્માન ભારત યોજનાની સફળતાને લઇને ટ્વિટ કર્યું હતું.
નવી દિલ્હી: મોદી સરકારે દેશ વાસીઓ માટે તમામ નવી યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાંથી મોટા ભાગની યોજનાઓ ઝડપી લોકપ્રિય થઇ છે. થોડા દિવસ પહેલા એટલે કે 2 જાન્યુઆપીએ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી જેપી નડ્ડાએ આયુષ્માન ભારત યોજનાની સફળતાને લઇને ટ્વિટ કર્યું હતું. નડ્ડાએ તેમની ટ્વિટમાં જણાવ્યું કે, 100 દિવસોની અંદર જ 6 લાખ 85 હજાર લાભાર્થીઓએ આયુષ્માન ભારત યોજના અંતર્ગત મફત સેવાનો લાભ લીઘો હતો. તેમણે વધુમાં કહ્યું કે, આ યોજનાઓમાં લાભાર્થીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
100 દિવસમાં 6 લાખ કરતા પણ વધારે લોકોએ ઉઠાવ્યો ફાયદો
જેપી નડ્ડાએ આ ટ્વિટ પર દુનિયાની અગ્રણી ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટના સંસ્થાપક અને ગેટ્સ ફાઉન્ડેશનના કો-ચેયરમેન બિલ ગેટ્સને મોદી સરકારની મહત્વકાક્ષી યોજના આયુષ્યમાન ભારતના વખાણ કર્યા હતા. બિલ ગેટ્સે આ યોજના લોન્ચ થયાના 100 દિવસમાં જ 6 લાખ કરતા પણ વધારે દર્દીઓએ ફાયદો ઉઠાવ્યાનું જાણતા જ આ યોજનાન વખાણ કર્યા હતા. તથા યોજનાની સફળતાને લઇને ભારત સરકારની જોરદાર પ્રશંસા પણ કરી હતી.
ટવિટ કરીને ભારત સરકારને આપી શુભેચ્છા
બિલ ગેટ્સે ટ્વિટર પર લખ્યું કે, આયુષ્માન ભારતના પહેલા 100 દિવસ પર ભારત સરકારને શુભેચ્છાઓ. આ જોઇને સારૂ લાગી રહ્યું કે, કેટલી મોટી સંખ્યામાં લોકો આ યોજના સાથે જોડાઇને ફાયદો લઇ રહ્યા છે. બિલ ગેટ્સે સ્વાસ્થય મંત્રીના ટ્વિટને પણ રીટ્વિટ કરતા ભારત સરકારને શુભેચ્છાઓ આપી હતી. મહત્વનું છે કે મોદી સરકારે ગત વર્ષે 2018ના બજેટમાં આયુષ્માન ભારત યોજનાનું એલાન કર્યું હતું.
25 સપ્ટેમ્બરે લોન્ચ થઇ હતી યોજના
આ યોજનાને પ્રધાનમંત્રી મોદીએ આરએસએસ વિચારક દિન દયાલ ઉપાધ્યાયની જયંતિના સમયે એટલે કે 25 સપ્ટેમ્બરે લોન્ચ કરી હતી. આ યોજના અંતર્ગત દેશમાં ગરીબ પરિવારને વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરાવાની વ્યસ્થા ઉભી કરવામાં આવી હતી. મીડિયા તરફથી આ યોજનાને આબામાં કેરની જેમ મોદી કેરનું નાં આપવામાં આવ્યું હતું. આ બધાની વચ્ચે આયુષ્માન ભારતની સીઇઓ ડો. ઇન્દ્ર ભૂષણએ જણાવ્યું કે, બુધવાર સુધીમાં આશરે 8.50 લાખ લોકો આયુષ્માન ભારત યોજનાનો લાભ ઉઠાવી ચૂક્યા છે.