ડોલી ચાયવાલા! નાગપુરનો સ્ટાઈલિશ ચાવાળો, બિલ ગેટ્સ પણ એની ચાના શોખિન
નાગપુરમાં ડોલી ચાવાળાની અલગ ઓળખ છે. આ વ્યક્તિ ધોરણ 10 બાદ અભ્યાસ છોડી છેલ્લા 16 વર્ષથી સિવિલ લાઇન નાગપુરની પાસે ચાની દુકાન ચલાવી રહ્યો છે.
નાગપુરઃ સોશિયલ મીડિયા પર હાલ એક ચા વિક્રેતા ચર્ચામાં છે. ચર્ચાનું કારણ છે ચા વિક્રેતાનો સ્ટાલિશ લુક અને ચા બનાવવાનો મજેદાર અંદાજ છે. આ ચા વિક્રેતાનો લુક અને ચા બનાવવાનો અંદાજ એટલો મજેદાર છે કે દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ બિલ ગેટ્સ પણ તેની ચા પીવા માટે પહોંચી ગયા. તો ક્યાં છે અને કેવો છે સ્ટાઈલિશ ચા વિક્રેતા,જુઓ આ રિપોર્ટમાં....
એક નજરમાં આ ટી સ્ટોલ તમને સામાન્ય લાગશે. ચા બની રહી છે અને લોકો ચાની ચુસ્કી લઈ રહ્યા છે. આવા દ્રશ્યો તમને દરેક ટી સ્ટોલ પર જોવા મળી જશે પણ તેમ છતાં સોશિયલ મીડિયા પર આ ટી સ્ટોલ ચર્ચામાં છે તો આખરે આ ટી સ્ટોલમાં એવું તો શું છે તેની ચર્ચા થઈ રહી છે..
આ ચા વિક્રેતાનો સ્ટાઈલિશ લુક અને ચા બનાવવાના અંદાજ લોકોને ખુબ આકર્ષિત કરી રહ્યો છે.આ ચા વિક્રેતા રજનીકાંતનો મોટો ફેન છે અને તેથી તેની દરેક સ્ટાઈલ હટકે છે. ચા વિક્રેતાનો લુક હોય કે તેનો ચા બનાવવાનો અંદાજ હો.. વીડિયોમાં તમે ચા વિક્રેતાનો હટકે અંદાજ જોઈ શકો છો. આ ચા વિક્રેતા તેની હટકે સ્ટાઈલથી લોકોનું દિલ ખુશ કરી દે છે. આ ટી સ્ટોલ પર લોકોની ભીડ જામેલી રહે છે.
આ પણ વાંચોઃ આ તારીખથી ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે! ચિંતાજનક છે હવામાન વૈજ્ઞાનિકોની આ આગાહી
આ અનોખું ટી સ્ટોલ આવેલું છે મહારાષ્ટ્રના નાગપુરમાં છે. આ ટી સ્ટોલ ડોલી ચાયવાલાના નામે જાણીતો છે. આ ચા વિક્રેતાની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તે હવે ચા વિક્રેતાથી સેલિબ્રીટી બની ગયો છે. કેટલીકવાર તો લોકો ચા પીવાથી કરતા ચા વિક્રેતા સાથે સેલ્ફી લેવા માટે લાઈનમાં ઊભા રહે છે. આ ચા વિક્રેતા લોકો સાથે મજાથી સેલ્ફી પણ પડાવે છે..
આ ચા વિક્રેતાની લોકપ્રિયતાનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ બિલ ગેટ્સ પણ આ ટી સ્ટોલ પર ચા પીવા માટે પહોંચી ગયા છે. વીડિયોમાં તમે ચા વિક્રેતાને બિલ ગેટ્સ માટે સ્પેશિયલ ચા બનાવતા જોઈ શકો છો. બિલ ગેટ્સે ભારતની મુલાકાત સમયે આ ચા વિક્રેતાની પણ મુલાકાત લીધી અને દેશના પ્રતિભાવાન લોકોના વખાણ પણ કર્યા..
છેલ્લા 20 વર્ષોથી લોકો દૂર દૂરથી ખાસ ડોલી ટી સ્ટોલ પર ચા પીવા માટે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સ્ટાઈલિશ ચા વિક્રેતાનો વીડિયો વાયરલ છે અને લોકોને ચા વિક્રેતાનો અંદાજ પણ ખુબ પસંદ આવી રહ્યો છે.