નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટરનો કાર્યકાળ વર્તમાન બે વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવા માગતા બિલને મંગળવારે સંસદની મંજૂરી મળી ગઈ. રાજ્યસભાએ વિપક્ષની ગેરહાજરીમાં આ બિલો પસાર કર્યા. 'દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ 2021' અને 'સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (એમેન્ડમેન્ટ) બિલ 2021'ને મંગળવારે રાજ્યસભામાં ધ્વની મત દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભામાં આ બંને બિલ નવ ડિસેમ્બરે પસાર કરવામાં આવી ચુક્યા છે. કર્મચારી, ફરિયાદ અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે ઉપલા ગૃહમાં બિલ ચર્ચા માટે રજૂ કર્યુ તો વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના 12 સસ્પેન્ડ સભ્યોનો મુદ્દો ઉઠાવ્યો જેને ગૃહના ડેપ્યુટી ચેરમેને નકારી દીધો હતો. તેના પર વિપક્ષના સભ્યો બહાર જતા રહ્યાં હતા. ચર્ચા દરમિયાન જનતા દળ-યુનાઇટેડના સભ્ય રામ નાથ ઠાકુરે બિલનું સમર્થન કરતા, બિહારમાં 46 વર્ષથી પેન્ડિંગ એક હત્યાની તપાસનું ઉદાહરણ પણ આપ્યું હતું. જેમાં આગ્રહ કરવામાં આવ્યો કે તપાસનો એક ચોક્કસ સમય હોવો જોઈએ જેની અંદર તપાસ પૂરી થાય. 


આ પણ વાંચોઃ 3 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે ક્યારે આવશે Covid-19 Vaccine? અદાર પૂનાવાલાએ આપ્યો જવાબ


તમિલ મનિલા કોંગ્રેસના જીકે વાસન, અસમ ગણ પરિષદના બીરેન્દ્ર પ્રસાદ વૈશ્ય, ભાજપના બૃજલાલ, વાઇએસઆરસીપીના પિલ્લી સુભાષ ચંદ્ર બોસે પણ બિલનું સમર્થન કર્યુ હતું. ભાજપના સાંસદ સુરેશ પ્રભુએ સંસ્થા અને તે સંસ્થાઓને ચલાવનાર લોકોના મહત્વ પર ભાર આપ્યો હતો. ભાજપના સુશીલ કુમાર મોદીએ ભ્રષ્ટાચારના ખતરાથી છુટકારો મેળવવા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ પગલા વિશે વિસ્તારથી જણાવ્યું હતું. આ પહેલા સંસદીય કાર્ય રાજ્ય મંત્રી વી મુરલીધરને દિલ્હી વિશેષ પોલીસ સ્થાપન (સંશોધન) બિલ 2021 અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સંશોધન) બિલ 2021 પર એક સાથે ચર્ચા કરાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. 


તેમણે કહ્યું કે, અમે બંને બિલને સાથે-સાથે લાવી શકીએ છીએ અને તેના પર એક સાથે ચર્ચા થઈ શકે છે. કેટલાક સભ્યોએ તેના પર વિરોધ વ્યક્ત કર્યો હતો. તેના પર ડેપ્યુટી ચેરમેન હરિવંશે બંને બિલ પર અલગ-અલગ ચર્ચા કરાવવાનો નિર્ણય લીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube