દિલ્હીમાં ત્રણેય કોર્પોરેશનનો વિલય કરવાનું બિલ લોકસભામાં રજૂ, અમિત શાહે આપ સરકાર પર લગાવ્યો આરોપ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે દિલ્હીના ત્રણેય કોર્પોરેશનને એક કરવાનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે, ત્રણ કોર્પોરેશન બનાવવાનું કારણ આજ સુધી સમજી શકાયુ નથી.
નવી દિલ્હીઃ લોકસભામાં એમસીડી એકીકરણ બિલ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કેજરીવાલ સરકાર પર આરોપ લગાવ્યો કે તે એમસીડી સાથે સાવકી મા જેવું વર્તન કરે છે. તેના કારણે કોર્પોરેશન પોતાની જવાબદારી નિભાવવા માટે ખુદને પર્યાપ્ત સંસાધનોથી લેસ થઈ શકતા નથી.
તેમણે કહ્યું, કેન્દ્ર સરકાર ત્રણ કોર્પોરેશનને એક બનાવી રહી છે. પહેલા આ વિભાજન ઉતાવળ અને રાજકીય ઇરાદાથી કરવામાં આવ્યું હતું. ત્રણેય કોર્પોરેશન દસ વર્ષ ચાલ્યા બાદ નીતિઓમાં એકરૂપતા નથી. નીતિને નિર્ધારિત કરવાની તાકાત અલગ-અલગ કોર્પોરેશનો પાસે છે. કર્મચારીઓ વચ્ચે પણ અસંતોષ નજર આવ્યો છે. ત્યારે સમજી વિચારીને વિભાજન કરવામાં આવ્યું નહીં. જે લોકો ચૂંટાયને આવે છે તેને કોર્પોરેશન ચલાવવામાં મુશ્કેલી થાય છે.
તેમણે કહ્યું, જવાબદારી સાથે કહેવા ઈચ્છુ છું કે દિલ્હી સરકાર સાવકી માતા જેવો વ્યવહાર કરી રહી છે. તેથી જે બિલ લઈને આવ્યો છું, દિલ્હી કોર્પોરેશનને એક કરવામાં આવે. એક કોર્પોરેશન દિલ્હીનું ધ્યાન રાખશે. દિલ્હીના કોર્પોરેટરોની સંખ્યા 272થી સીમિત કરી વધુથી વધુ 250 કરવામાં આવશે.
આ પણ વાંચોઃ પંજાબમાં સ્કૂલોની મનમાની પર લાગી બ્રેક, ભગવંત માને લીધો મોટો નિર્ણય
રાષ્ટ્રીય રાજધાનીમાં ત્રણેય કોર્પોરેશનનો વિલય કરી તેને એક એકીકૃત એકમ બનાવવા સંબંધી બિલ પાછલા શુક્રવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષનો દાવો છે કે આ પગલું સંસદની ધારાકીય ક્ષમતાથી ઉપર છે. વર્તમાનમાં દિલ્હીમાં ત્રણ કોર્પોરેશન- ઉત્તરી દિલ્હી કોર્પોરેશન, દક્ષિણી દિલ્હી કોર્પોરેશન અને પૂર્વી દિલ્હી કોર્પોરેશન છે, જેમાં કુલ 272 વોર્ડ છે. એનડીએમસી અને એસડીએમસીમાં પ્રત્યેકમાં 104 વોર્ડ છે, જ્યારે ઈડીએમસીમાં 64 વોર્ડ છે.
આમ આદમી પાર્ટી કેન્દ્રના બિલનો વિરોધ કરી રહી છે. પાછલા દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે તે દિલ્હીના ત્રણેય કોર્પોરેશનને એક કરવાના બિલનો અભ્યાસ કરશે અને જરૂર પડી તો કોર્ટમાં પડકારશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube