નવી દિલ્હી : વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં  BIMSTECના રાષ્ટ્રાધ્યક્ષો સહિત 8 દેશોનાં નેતાઓને આમંત્રીત કરવામાં આવ્યા છે. બિમ્સટેકમાં ભારત સહિત દક્ષિણ એશિયા અને દક્ષિણ પુર્વ એશિયાનાં 7 દેશનો સમાવેશ થાય છે, જે બંગાળની ખાડી સાથે જોડાયેલા છે. આ દેશોમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, મ્યાંમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભુટાનનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UPમાં મળેલા પરાજયનાં કારણો શોધી રહ્યા છે અખિલેશ, સપામાં ફેરબદલનાં સંકેત
આ ઉપરાંત ભારતે કિર્ગિસ્તાનનાં રાષ્ટ્રપતિ અને મોરેશિયસનાંવડાપ્રધાનને પણ શપથ ગ્રહણ સમારોહમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે. આ વર્ષ પ્રવાસી ભારતીય દિવસ પ્રસંગે પણ મોરેશિયસનાં વડાપ્રધાન ચીફગેસ્ટ તરીકે જોડાયા હતા. વડાપ્રધાન મોદીએ 2014માં પોતાનાં પહેલા કાર્યકાળના શપથ દરમિયાન સાર્ક દેશોનાં નેતાઓને આમંત્રિત કર્યા હતા. જેમાં પાકિસ્તાનનાં તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફનો પણ સમાવેશ થાય છે. 


RJDમાં તેજસ્વીના વિરોધી સૂર, વંશવાદથી રાજનીતિ જનતા-પક્ષ બંન્ને પરેશાન
CBI ને વારંવાર ખો આપી રહ્યા છે IPS રાજીવ કુમાર, 3 દિવસની રજા પર હોવાનું બહાનું
બિમ્સટેક દેશોનાં નેતાઓને આમંત્રણ અંગે પુછવામાં આવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, પાડોશી પ્રથમની નીતિ હેઠળ આ આમંત્રણ આપવામાં આવ્યા છે. જો કે આ વખતે પાકિસ્તાનને દુર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પુલવામાં સીઆરપીએફ કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બંન્ને દેશો વચ્ચે તણાવના કારણે મોદી સરકારે પાકિસ્તાનને આમંત્રણ આપવાનું ટાળ્યું છે. 
પરાજય બાદ કોંગ્રેસમાં રાજીનામાઓની મોસમ: 13 મોટા માથાઓની રજુઆત
ઇમરાનની શુભકામના અંગે વડાપ્રધાન મોદીએ આપી હતી સલાહ
જો કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં મોટી જીત પર ફોન કરીને શુભકામના આપી હતી. આ દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ ઇમરાનને એક પ્રકારે સલાહ આપતા કહ્યું હતું કે પાડોશનું વાતાવરણ આતંકવાદ મુક્ત હોવું જોઇએ અને બંન્ને દેશો આંતરિક વિવાદનાં બદલે ગરીબી સામે લડવું જોઇએ.