મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ હવે 11 એપ્રિલના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ના નિર્માતાઓએ ગુરુવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેમણે ફિલ્મની રિલીઝ તારીખ ટાળી દીધી છે. સેન્સર બોર્ડે એવું જણાવ્યું હતું કે આ ફિલ્મ અત્યારે ચકાસણીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, ફિલ્મના નિર્માતા સંદીપ સિંહે શુક્રવારે ટ્વીટર પર આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, "ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી' આધિકારિક રીતે 11 એપ્રિલ, 2019ના રોજ રિલીઝ થશે."


વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં
આ ફિલ્મમાં અભિનેતા વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વિરોધ પક્ષોએ ઉમંગકુમાર દિગ્દર્શિત ફિલ્મની ટીકા કરકી છે, તેમનો દાવો છે કે આ ફિલ્મનું ચૂંટણી દરમિયાન પ્રદર્શન થવાને કારણે ભાજપને ફાયદો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, 7 તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ થવાનું છે. અંતિમ તબક્કાનું મતદાન 19મેના રોજ થશે. 


લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....