દિલ્હીમાં પહોંચ્યો બર્ડ ફ્લૂ, 8 કાગડાઓ અને બતકના સેમ્પલ મળ્યાં પોઝિટિવ
રવિવારના લાલ કિલ્લામાં 14 કાગડા અને સંજય તળાવમાં 4 બતક મૃત મળ્યા છે. મયૂર વિહાર ફેઝ-3ના સેન્ટ્રલ પાર્કમાં પણ 8થી 10 કાગડા મૃત મળ્યા છે. જો કે, હેલ્પલાઈન નંબર પર એકથી બે પક્ષીઓના મોતની જાણકારી મળી છે. આ વચ્ચે રાજધાની દિલ્હીમાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ ગઈ છે
નવી દિલ્હી: રવિવારના લાલ કિલ્લામાં 14 કાગડા અને સંજય તળાવમાં 4 બતક મૃત મળ્યા છે. મયૂર વિહાર ફેઝ-3ના સેન્ટ્રલ પાર્કમાં પણ 8થી 10 કાગડા મૃત મળ્યા છે. જો કે, હેલ્પલાઈન નંબર પર એકથી બે પક્ષીઓના મોતની જાણકારી મળી છે. આ વચ્ચે રાજધાની દિલ્હીમાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ ગઈ છે.
આ પણ વાંચો:- 'મેડ ઈન ઇન્ડિયા' કોરોના વેક્સીનની વધી માંગ, 9 દેશોએ ભારત પાસે માંગી મદદ
8 સેમ્પલના ટેસ્ટિંગમાં થઈ પુષ્ટિ
દિલ્હીના એનિમલ હસબેન્ડરી ડિપાર્ટમેન્ટ અનુસાર, મૃત કાગડા અને બતકોના 8 સેમ્પલનો ટેસ્ટ કર્યા બાદ આ વાતની પુષ્ટિ થઈ ગઇ છે કે, દિલ્હીમાં પણ બર્ડ ફ્લૂએ દસ્તક આપી છે. તમામ સેમ્પલ્સ પોઝિટિવ આવ્યા છે.
આ પણ વાંચો:- Farmers Protest: કિસાન આંદોલન પર આજે Supreme Courtમાં સુનાવણી
રાજધાનીમાં દહેશતનો માહોલ
છેલ્લા બે દિવસ દરમિયાન વિવિધ જગ્યાઓ પર પક્ષીઓના મૃત મળવાની જાણકારીથી રાજધાનીમાં દહેશતનો માહોલ બન્યો છે. એનિમલ હસબેન્ડરી ડિપાર્ટમેન્ટ અનુસાર સોમવારના પ્રથમ રિપોર્ટ આવ્યો હતો. હવે બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા બાદ લોકો માટે એડવાઈઝરી જારી થઈ શકે છે, પરંતુ હજુ ડરવાની જરૂરિયાત નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube