કોચ્ચિ : એક નન સાથે બલાત્કારનાંઆરોપો મુદ્દે વધી રહેલા જન આક્રોશ વચ્ચે બિશપ ફ્રાંકો મુલક્કલને શુક્રવારે રાત્રે ધરપકડ કરવામાં આવી. પોલીસે જણાવ્યું કે, ગત્ત ત્રણ દિવસથી ચાલી રહેલી પુછપરછ બાદ કેરળ પોલીસે 54 વર્ષીય મુલક્કલની ધરપકડ કરવામાંઆવી છે. તેનાં કારણે એક દિવસ પહેલા પોપે મુલક્કલને પાદરીની તેમની જવાબદારીઓથી અસ્થાયી રીતે મુક્ત કરી દેવામાં આવ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોટ્ટયમ પોલીસ પ્રમુખ હરિશંકરે પત્રકારોને જણાવ્યું કે, બિશપ મુલક્કલને રાત્રે આઠ વાગ્યે ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ડોક્ટરી તપાસ કરવા માટે લઇ જવામાં આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષક (કોચ્ચિ રેંજ) વિજય સાખરે જણાવ્યું કે, મુલક્કલને કાલે કોટ્ટયમ જિલ્લાનાં પાલામાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવશે. મુલક્કલ પર વર્ષ 2014 અને 2016ની વચ્ચે એક નન સાથે વારંવાર બળાત્કાર કરવા અને તેનું યૌન શોષણ કરવાનો આરોપ હતો.

છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દો છેક વેટિકન સુધી પહોંચી ચુક્યો છે. જેનાં કારણે મુલક્કલ અગાઉ જ પોતાનું પદ છોડી ચુક્યા હતા. હાલ આરોપો મુદ્દે પણ બે વિભાગ પડી ગયા છે. કેટલાક લોકો તેનો બચાવ કરી રહ્યા છે અને કેટલાક લોકો આરોપ યોગ્ય હોવા ઉપરાંત તેણે પદ છોડ્યું તે પણ યોગ્ય હોવાનું જણાવી રહ્યા છે.