નવી દિલ્હી : અમિત શાહ (Amit Shah)  અને વડાપ્રધાન મોદીએ (PM Modi) સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કરપ્શન (corruption) અંગે તેમની જીરો ટોલરેન્સ પોલિસી છે. જેના હેઠળ જીરો ટોલરન્સ પોલિસી છે. જેના હેઠળ મહારાષ્ટ્ર (Maharashtra) ભાજપ (BJP) ના ધાકડ મંત્રીઓની ટિકિટ કાપી દેવામાં આવ્યા છે. તાવડે, ખડસે અને મેહતા જેવા અનેક ચહેરાઓનાં પત્તા કપાઇ ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટ્ચાર મુદ્દે ભાજપની જીરો ટોલરન્સ પોલિસી છે અને તે મુદ્દે ભાજપ ચૂંટણીમાં ઉતરી છે. વિપક્ષી દળ ભાજપનાં જે નેતાઓ મુદ્દે ચૂંટણીનો મુદ્દો  બનાવવાનાં હતા. ભાજપે આ ચાલ ચાલીને વિપક્ષને શરૂઆતમાં જ ચારેય ખાતે ચિત્ત કરી દીધી છે. શુક્રવારે ભાજપની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Elections) ની અંતિમ યાદી બાદ ભાજપનાં એવા નેતાઓની અંતિમ આશા પણ ખતમ થઇ ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કયા દિગ્ગજને હટાવવામાં આવ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેરોજગારી વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીઓનો વરસાદ: 31 લોકોના મોત
વિનોદ તાવડો
રાજ્યનાં શિક્ષણ મંત્રી વિનોદ તાવડેની ટિકિટ કપાઇ ચુકી છે. તાવડે પર આવવાની સાથે જ શિક્ષણ મંત્રી વિનોદ તાવડેનું ચૂંટણી પત્તુ કપાયાની પૃષ્ટી થઇ ચુકી છે. વિનોદ તાવડે પર પક્ષપાત અને ગોટાળાઓનાં આરોપો લાગ્યા હતા. મહારાષ્ટ્રની (Maharashtra) રાજનીતિમાં હાવી રહેનારા મરાઠા (Maratha) જાતીનાં નેતા તાવડેને બ્રાહ્મણ મુખ્યમંત્રી ફડણવીસ (CM Fadnavis) ના ચેલેન્જર માનવામાં આવે છે. 

એકનાથ ખડસે
આજ સ્થિતી વરિષ્ઠ ભાજપ (BJP) નેતા એકનાથ ખડસેનું થયું છે. તેમની ટિકિટ કાપીને તેમની પુત્રી રોહિણીને આપવામાં આવી છે. મરાઠા નેતા મહારાષ્ટ્ર ભાજપમાં પ્રભુત્વ અને સીનિયોરિટીના કારણે મુખ્યમંત્રી ફડણવીસના ચેલેન્જર હતા. પૂર્વ મંત્રી ખડસેને કરપ્શનના આરોપોના કારણે રાજીનામું આપવું પડ્યું હતું. 

પ્રકાશ મેહતા
પૂર્વ હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મેહતાની સાથે થયું. 6 વખત ધારાસભ્ય મહેતા ગુજરાતી સમાજનાં નેતા છે. પરંતુ એમપી મિલ કમ્પાઉન્ડ ગોટાળામાં તેમના પર ભ્રષ્ટાચારનાં આરોપો લાગ્યા. આ જ કારણે તેમના બદલે ગુજરાતી સમાજનાં પરાગ શાહને ટિકિટ આપવામાં આવી. 

રાજ પુરોહિત
સૌથી રસપ્રદ રહ્યું 5 વખત ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રાજપુરોહિતને હટાવવા. એક સ્ટિંગ ઓપરેશનમાં કરવામાં આવેલ વાણીવિલાસ તેમને ભારે પડ્યો. રાજસ્થાની સમાજનાં પ્રતિનિધિ પુરોહિતને હટાવવામાં આવ્યા. તેમની જગ્યા નાર્વેકરને કોલાબા સીટથી ટિકિટ આપવામાં આવી છે. 

નીતિન ગડકરી કેમ્પના માનવામાં આવે છે ચારેય દિગ્ગજ
અત્રે ઉલ્લેખનીય છે કે, ચારેય મોટા નેતાઓની ટિકિટ કપાઇ તેમાંથી બે મુખ્યમંત્રી ફડણવીસનાં વિરોધી માનવામાં આવતા હતા બાકીનાં બે મહેતા અને પુરોહિત મુંબઇ ભાજપના અધ્યક્ષ મંગલ પ્રભાત લોડાના વિરોધી માનવામાં આવતા હતા. જો કે રસપ્રદ બાબત ચે કે ચારેય દિગ્ગજને નીતિન ગડકરી કેમ્પના માનવામાં આવે છે.