2019માં ભાજપની નૈય્યા પાર લગાવશે નાના દળ, આ છે અમિત શાહની રણનીતિ
ભાજપ નાનકડી પાર્ટીઓ સાથે મળીને કોંગ્રેસ સહિતનાં તમામ વિપક્ષી દળોને હરાવીને સત્તામાં આવશે
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 9 જુલાઇના રોજ જ્યારે ચેન્નાઇમાં પાર્ટીના મહાશક્તિ કેન્દ્ર અને શક્તિ કેન્દ્રના પ્રભારીને મળવા માટે મળ્યા તો તેમણે જણાવ્યું કે, વિપક્ષી દળ તેમ કહીને પાર્ટીનો ઉપહાસ ઉડાવી રહ્યા છે કે તમિલનાડુમાં ભાજપ શોધવાથી પણ નથી મળી રહ્યું. સામાન્ય મુસ્કાન સાથે સાહે ઉત્તર આપ્યો કે, જો વિપક્ષને તમિલનાડુમાં ભાજપને શોધવાનું છે તો 2019ની લોકસભા ચૂંટણીમાં ઇવીએમમાં શોધી લે. તેમાં કોઇ શંકા નથી કે 2019ની લોકસભા ચૂંટણીમાં તમિલનાડુમાં ભાજપ મોટો પક્ષ બનીને ઉભરવાની છે.
શાહે જાહેરાત કરી કે, આગામી લોકસભા ચૂંટણી પહેલા અમે યોગ્ય સમયે તમિલનાડુમાં ગઠબંધનની જાહેરાત કરીશું. જેની સાથે પણ ગઠબંધન કરીશું, તો સુનિશ્ચિત થશે કે રાજ્ય ભ્રષ્ટાચારથી મુક્ત થઇને વિકાસના પથ પર અગ્રેસર હોય. શાહનું નિવેદન અનાયાસ નથી. તેમણે તમિલનાડુ સાથે તે રાજ્યો સાથે છેલ્લી બે લોકસભા અને વિધાનસભા ચૂંટણીનો સંપુર્ણ અહેવાલ માંગીને ભાવી યોજના અંગેનું આયોજન તૈયાર કરી લેવામાં આવ્યું છે જ્યારે પાર્ટીની ઉપસ્થિતીનું નામ માત્ર છે.
એવા રાજ્યોમાં પોતાનાં ચૂંટણી પ્રદર્શનને પ્રભાવી બનાવવા માટે ભાજપ નાના - નાના દળો (નોંધાયેલા પરંતુ માન્યતા ન મળી હોય તેવા)ની સાથે ગઠબંધનનો રસ્તો શોધી રહી છે. એવા દળોનો સંપર્ક સાધવાની પદ્ધતી પણ ચાલુ થઇ ચુકી છે. ભાજપની આ રણનીતિ શાહનાં તે લક્ષ્યી દ્રષ્ટીએ માકુલ છે જેમાં તેમણે 2019માં ભાજપનાં મતનું પ્રમાણ 50 ટકા કરવાની વાત કરી છે. અનૌપચારિક વાતચીતમાં ભાજપનાં નેતા તે માને છે કે ઓરિસ્સા, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો સત્તાધારી દળ અથવા મુખ્યમંત્રીના એટલા કદ્દાવર છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં આ રાજ્યોમાં સફળતા પ્રાપ્ત કરવી પાર્ટી માટે મુશ્કેલ બની છે.
જ્યારે બીજી તરળ લોકસભા ચૂંટણીમાં ભાજપે ત્રિકોણીય અથવા બહુકોણીય મેચ વાળા જે રાજ્યોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું ત્યાં ભાજપ વિરોધી દળ એક થઇ રહ્યા છે. તેમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, દિલ્હી, હરિયાણા અને પૂર્વોત્તરનાં રાજ્યોનો પણ સમાવેશ થાય છે.