નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ ચાર રાજ્યોમાં પોતાના પ્રમુખોની નિમણૂક કરી છે. ભાજપે રાજસ્થાનમાં સીપી જોશી, બિહારમાં સમ્રાટ ચૌધરીને, દિલ્હીમાં વીરેન્દ્ર સચદેવા અને ઓડિશામાં મનમોહન સામલને કમાન સોંપી છે. લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન, બિહાર, ઓડિશા અને દિલ્હીમાં પોતાના પ્રદેશ અધ્યક્ષોની જાહેરાત કરી દીધી છે. રાજસ્થાનમાં સાંસદ સીપી જોશી, બિહારમાં એમએલસી સમ્રાટ ચૌધરી, ઓડિશામાં પૂર્વ મંત્રી મનમોહન સામલ અને દિલ્હીમાં વીરેન્દ્ર સચદેવાને નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનમાં ચૂંટણી પહેલા ભાજપે સતીશ પુનિયાને બદલીને સીપી જોશીને પાર્ટીની કમાન સોંપી છે. જ્યારે બિહારમાં સંજય જયસ્વાલની જગ્યાએ સમ્રાટ ચૌધરીને બાગડોર મળી હતી. ભાજપ 2024માં ઓડિશા સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રી મનમોહન સામલની અધ્યક્ષતામાં ચૂંટણી લડશે. આ જ સમયે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને ટક્કર આપવા માટે પાર્ટીએ કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.


આ પણ ખાસ વાંચોઃ  મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન! આ પણ ખાસ વાંચોઃ  Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો આ પણ ખાસ વાંચોઃ  Aadhar PAN Link: પાન-આધાર લિંકનું લઠ્ઠું કોણ લાવ્યું? લિંક નહીં હોય તો શું થશે જાણો


સીપી જોષી-
રાજસ્થાનમાં ભાજપે સતીશ પુનિયાના સ્થાને ચિત્તોડગઢના સાંસદ સીપી જોશીને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. પુનિયાએ તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો, તેમને એક્સ્ટેંશન પણ મળ્યું હતું, પરંતુ આ વર્ષે યોજાનારી ચૂંટણી પહેલા ભાજપે પ્રદેશ અધ્યક્ષ બદલીને ચોંકાવી દીધા છે. પૂનિયાની જેમ સીપી જોશી પણ સંઘની પૃષ્ઠભૂમિમાંથી આવે છે. ચંદ્ર પ્રકાશ જોશી ચિત્તોડગઢથી બે વખત લોકસભામાં પહોંચ્યા છે. તેઓ આ બેઠક પરથી પહેલા 2014 અને પછી 2019માં ચૂંટણી જીત્યા હતા. જોશી બીજેવાયએમના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, તેથી તેમની પાસે સંગઠનનો અનુભવ પણ છે.


સમ્રાટ ચૌધરી-
બિહારમાં સંજય જયસ્વાલને બદલે ભાજપે સમ્રાટ ચૌધરીને કમાન સોંપી છે. સમ્રાટ ચૌધરી બિહાર સરકારમાં ત્રણ વખત કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેમની રાજકીય ઇનિંગ્સ આરજેડીથી શરૂ થઈ અને પછી જેડીયુ દ્વારા તેઓ ભાજપમાં આવ્યા. તેમના પિતા પૂર્વ મંત્રી શકુની ચૌધરીનો બિહારમાં ઘણો રાજકીય પ્રભાવ માનવામાં આવે છે. સમ્રાટ ચૌધરી ત્યારે વિવાદમાં આવ્યા જ્યારે તેઓ લાલુ યાદવની કેબિનેટમાં સૌથી યુવા મંત્રી બન્યા. પછી તેમને દૂર કરવામાં આવ્યા હતા.


આ પણ ખાસ વાંચોઃ  આ પ્લેયરે પીચ પર જઈ વિરાટને ધક્કો માર્યો, પછી કોહલી કંટ્રોલમાં રહે? જુઓ બાબલનો Video
આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral


વિરેન્દ્ર સચદેવા-
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં હાર બાદ આદેશ ગુપ્તાએ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામા બાદ દિલ્હી ભાજપ અધ્યક્ષનું પદ ખાલી થયું હતું. પાર્ટીએ વીરેન્દ્ર સચદેવાને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા અને હવે લગભગ અઢી મહિના બાદ તેમને કાયમી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેઓ 90ના દાયકાના ઉત્તરાર્ધથી રાજકારણમાં સક્રિય છે અને ભાજપમાં જ અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે.


આ પણ ખાસ વાંચોઃ  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ, ક્યાંથી મળશે ટિકિટ? આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!


મનમોહન સામલ-
ભાજપે ઓડિશામાં મનમોહન સામલને પાર્ટીની કમાન સોંપી છે. સમીર મોહંતીના સ્થાને તેમને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ તરીકે સમીર મોહંતીનો કાર્યકાળ પૂર્ણ થયો છે. મનમોહન સામલ ઓડિશા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ બીજેપી-બીજેડી ગઠબંધન સરકાર દરમિયાન યુનિટ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે.


આ પણ ખાસ વાંચોઃ  હીરો, વિલન અને પોલીસ બધા જ વાપરે છે આ ગાડી! રસ્તા પર નીકળશો તો જોતા રહેશે લોકો આ પણ ખાસ વાંચોઃ  70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક!