લો બોલો! આ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ એક જ ગઠબંધનનો બની ગયા ભાગ, જાણો કેવી રીતે શક્ય બન્યું?
સત્તા માટે એકબીજાના કટ્ટર વિરોધી બનેલા ભાજપ અને કોંગ્રેસ આ રાજ્યમાં એક જ ગઠબંધનમાં સામેલ છે. સાંભળવામાં તમને ભલે અજીબ લાગે પણ આ સાચું છે. વાત જાણે એમ છે કે રાજ્યમાં કોંગ્રેસના તમામ પાંચ ધારાસભ્યો મંગળવારે ભાજપ સમર્થિત સત્તાધારી મેઘાલય જનતાંત્રિક ગઠબંધન (Meghalaya Democratic Alliance) માં સામેલ થઈ ગયા. આ રીતે બંને પાર્ટીઓ એક જ ગઠબંધનનો ભાગ બની ગઈ. રાજ્ય વિધાનસભામાં હવે ફક્ત મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ જ વિપક્ષમાં રહી ગઈ છે.
શિલોંગ: સત્તા માટે એકબીજાના કટ્ટર વિરોધી બનેલા ભાજપ અને કોંગ્રેસ આ રાજ્યમાં એક જ ગઠબંધનમાં સામેલ છે. સાંભળવામાં તમને ભલે અજીબ લાગે પણ આ સાચું છે. વાત જાણે એમ છે કે રાજ્યમાં કોંગ્રેસના તમામ પાંચ ધારાસભ્યો મંગળવારે ભાજપ સમર્થિત સત્તાધારી મેઘાલય જનતાંત્રિક ગઠબંધન (Meghalaya Democratic Alliance) માં સામેલ થઈ ગયા. આ રીતે બંને પાર્ટીઓ એક જ ગઠબંધનનો ભાગ બની ગઈ. રાજ્ય વિધાનસભામાં હવે ફક્ત મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ જ વિપક્ષમાં રહી ગઈ છે.
કોંગ્રેસનો હિસ્સો બની રહેશે
આવું પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં જોવા મળ્યું છે. કોંગ્રેસ વિધાયક દળના નેતા અમપરીન લિંગદોહે કહ્યું કે અમે ભલે એમડીએમાં જોડાઈ ગયા હોય પરંતુ કોંગ્રેસનો હિસ્સો બની રહીશું. જ્યારે નેશનલ પીપલ્સ પાર્ટી પ્રમુખ કોનરાડ સંગમાએ કહ્યું કે અધિકૃત રીતે એમડીએ સરકારને પોતાનું સમર્થન આપવાનું વચન આપનારા કોંગ્રેસ ધારાસભ્યોનું સ્વાગત કરતા અમને આનંદ થઈ રહ્યો છે. અમે લોકો અને રાજ્યના હિતમાં સરકારને મજબૂત કરવા માટે એમડીએના બેનર હેઠળ મળીને કામ કરીશું.
ગત વર્ષે 12 લોકોએ છોડ્યો સાથ
ગત વર્ષ પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા સહિત 12 વિધાયકો કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ મેઘાલય વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ફક્ત પાંચ રહી ગઈ. જ્યારે શરૂઆતમાં વિપક્ષી પાર્ટીના સદનમાં 17 સભ્યો હતા. કોંગ્રેસ વિધાયક દળ (સીએલપી) એ ઔપચારિક રીતે મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાને સમર્થનપત્ર આપ્યું છે.
સમર્થન પત્રમાં કહી આ વાત
સમર્થન પત્રમાં કહેવાયું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિધાયકોએ એમડીએ સરકારમાં આજે આઠ ફેબ્રુઆરી 2022ના રોજ સામેલ થવાનો નિર્ણય લીધો છે. અમે સરકારના હાથ અને નિર્ણયને મજબૂત કરવા માટે મુખ્યમંત્રી અને એમડીએનું સમર્થન કરવાની ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. જેથી કરીને સુનિશ્ચિત થઈ શકે કે અમારા સંયુક્ત પ્રયાસથી નાગરિકોના હિતમાં રાજ્ય આગળ વધે.
ટ્વિટર પર શેર કરી તસવીર
આ પત્ર પર કોંગ્રેસ વિધાયક દળના નેતા અમપરીન લિંગદોહ, વિધાયક પીટી સોક્મી, માયરલબોર્ન સીએમ, કેએસ મારબાનિયાંગ અને મોહન્દ્રો રાપસાંગે હસ્તાક્ષર કર્યા છે. પત્રની એક કોપી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલવામાં આવી છે. લિંગદોહે આ સાથે જ કોંગ્રેસ વિધાયકોની મુખ્યમંત્રી સાથે તસવીર ટ્વિટર પર શેર કરી છે. અને લખ્યું કે મેઘાલય કોંગ્રેસના પાંચ વિધાયકોએ રાજ્યના લોકો ખાસ કરીને અમારા મતવિસ્તારના લોકોના હિતમાં મેઘાલય જનતાંત્રિક ગઠબંધન પ્રશાસનમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે.
મમતાની પાર્ટીએ સાધ્યું નિશાન
અત્રે જણાવવાનું કે નેશનલ પીપલ્સ પાર્ટીના નેતૃત્વવાળા એમડીએનું ભાજપ પણ સમર્થન કરે છે. ભાજપ વિધાયક સોનબોર શુલ્લાઈ મેઘાલય સરકારમાં મંત્રી પણ છે. કોંગ્રેસ વિધાયકોને સત્તાધારી ગઠબંધનમાં સામેલ થયા બાદ વિધાનસભામાં વિપક્ષી પાર્ટી તરીકે ફક્ત તૃણમૂલ કોંગ્રેસ બચી છે. તૃણમૂલ પાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું કે ભ્રષ્ટ અને સત્તાના ભૂખ્યા લોકોએ અધિકૃત રીતે હાથ મિલાવી લીધા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube