નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી-2024 માટે આખરે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં ભાજપે કુલ 195 ઉમેદવારો જાહેર કર્યાં છે. ભાજપની જાહેરાત પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. તો ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપની પ્રથમ યાદી જાહેર
ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ યાદીમાં કુલ 195 ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે 16 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 195 સીટો પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યાં છે. 34 કેન્દ્રીય મંત્રી અને રાજ્યમંત્રીઓના નામ આ લિસ્ટમાં છે. ભાજપની યાદીમાં બે પૂર્વ મુખ્યમંત્રીઓના નામ પણ સામેલ છે. ભાજપે પ્રથમ યાદીમાં 28 મહિલાઓને ટિકિટ આપી છે. જ્યારે 47 ઉમેદવારો 50થી ઓછી ઉંમરના છે. ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.



પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે
ભાજપની પ્રથમ યાદી પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. ત્યારબાદ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. 


ભાજપની પ્રથમ યાદીમાં કોને મળી ટિકિટ?
ગાંધીનગર - અમિત શાહ
ચાંદની ચોક (દિલ્હી) - પ્રવીણ ખંડેવાલ
ઉત્તર પૂર્વ દિલ્હી - મનોજ તિવારી
નવી દિલ્હી - વાંસળી સ્વરાજ
દક્ષિણ દિલ્હી - રામવીર સિંહ
પશ્ચિમ દિલ્હી - કમલજીત સેહરાવત
ગુણ - જ્યોતિરાદિત્ય સિંધિયા
વિદિશા - શિવરાજ સિંહ ચૌહાણ
ભોપાલ - આલોક શર્મા
ખજુરોહ - બીડી શર્મા
મંડલા - ફગ્ગન સિંહ
બિકાનેર - અર્જુન મેઘવાલ
અલવર - ભૂપેન્દ્ર યાદવ
સીપી જોશી- ચિત્તૌરગઢ
કોટા- ઓમ બિરલા
ઝાલાવાડ- દુષ્યંત સિંહ
જોધપુર- ગજેન્દ્ર શેખાવત
ઉધમપુર - જિતેન્દ્ર સિંહ
જમ્મુ - જુગલ કિશોર શર્મા
આંદામાન - વિષ્ણુ પદરે
અરુણાચલ પશ્ચિમ - કિરણ રિજિજુ
અરુણાચલ પૂર્વ- તાપીર ગામ
સિલચર - પરિમલ
મંગલદોઈ - દિલીપ સેકિયા
સુરગુજા - ચિંતામણિ મહારાજ
તિરુવનંતપુરમ - રાજીવ ચંદ્રશેખર


ગુજરાતની લોકસભાની 15 સીટો ના ઉમેદવારોની જાહેરાત
કચ્છ વિનોદ ચાવડા
બનાસકાંઠા રેખાબેન ચૌધરી
પાટણ ભરતસિંહ ડાભી
ગાંધીનગર અમિત શાહ
અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા
રાજકોટ પુરુષોત્તમ રૂપાલા
પોરબંદર મનસુખ માંડવીયા
જામનગર પૂનમબેન માડમ
આણંદ મિતેશભાઇ પટેલ
ખેડા દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ રાજપાલ સિંહ જાદવ
દાહોદ જશવંતસિંહ ભાભોર
ભરૂચ મનસુખ વસાવા
બારડોલી પ્રભુભાઈ વસાવા
નવસારી સી આર પાટીલ*
 




ભાજપની પ્રથમ યાદીની મોટી વાતો
ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીમાં એસસીમાંથી 27, એસટીમાંથી 18 અને ઓબીસીમાંથી 57 ઉમેદવારો છે. જેમાં યુપીમાંથી 51, બંગાળમાંથી 20, એમપીમાંથી 24, ગુજરાતમાંથી 15, રાજસ્થાનમાંથી 15, કેરળમાંથી 12, તેલંગાણામાંથી 9, આસામમાંથી 11, ઝારખંડમાંથી 11, છત્તીસગઢમાંથી 11 ઉમેદવારોને ટિકિટ મળી છે. દિલ્હીની 5, જમ્મુ અને કાશ્મીરની 2, ઉત્તરાખંડની 3, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાન અને નિકોબારની 1 અને દમણ દીવની 1 બેઠક માટે નામોની જાહેરાત કરવામાં આવી છે.