નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ અધ્યક્ષ પદની ચૂંટણી માટે એક કમિટીની રચના કરી છે. મંગળવાર (15 ઓક્ટોબર) એ બનાવવામાં આવેલી આ સમિતિમાં ડો. કે લક્ષ્મણ (ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટી સાંસદ) ને રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે, જ્યારે નરેશ બંસલ, રેખા વર્મા અને સંબિત પાત્રાને સહ-ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. આ કમિટી સંગઠનની ચૂંટણીનું સંચાલન કરશે. આગળ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે અને આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આશરે બે મહિનાનો સમય લાગશે. આ કમિટી પહેલા રાજ્યોમાં સંગઠન ચૂંટણી કરાવશે. જેમ કે પહેલા મંડળ, જિલ્લા અનને પછી રાજ્યના અધ્યક્ષની ચૂંટણી થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 ઓક્ટોબર, 2024ના સંગઠનની ચૂંટણીના કેન્દ્રીય ચૂંટણી પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થશે. બૂથ, મંડળ, જિલ્લા અને પ્રદેશ સ્તર સુધીના અધ્યક્ષની ચૂંટણીની તારીખો ક્રમશઃ જાહેર થશે. પછી જિલ્લા અધ્યક્ષ અને રાજ્ય પરિષદની ચૂંટણી થશે. રાજ્ય પરિષદ બાદ પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી થશે. રાજ્ય પરિષદના સભ્યો રાજ્યોના અધ્યક્ષની પસંદગી કરશે. બાદમાં રાષ્ટ્રીય પરિષદના લોકો રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરશે. 


વર્તમાન સમયમાં જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. પરંતુ તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે, જેને બાદમાં જૂન 2024 સુધી વધારી દેવામાં આવ્યો હતો. જેપી નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે અને આગામી અધ્યક્ષની નિમણૂંક સુધી તેમને આ પદ પર રહેવા માટે ભાજપ સંસદીય દળે એક્સટેન્શન આપ્યું છે. 


લોરેન્સ બિશ્નોઈ : અંડરવર્લ્ડમાં દાઉદને સીધો પડકાર, 1990 બાદ મુંબઈમાં પહેલીવાર ડર


અત્યાર સુધી કોણ-કોણ રહ્યું છે ભાજપ અધ્યક્ષ?
જેપી નડ્ડા 2020 થી અત્યાર સુધી
અમિત શાહ 2014-2017 અને 2017-2020 સુધી
રાજનાથ સિંહ 2005-2009 અને 2013-2014 સુધી
નીતિન ગડકરી 2010-2013 સુધી
એમ વેંકૈયા નાયડુ 2002-2004 સુધી
કે જના કૃષ્ણમૂર્તિ 2001-2002 સુધી
બંગારુ લક્ષ્મણ 2000-2001
કુશાભાઉ ઠાકરે 1998-2000 સુધી
મુરલી મનોહર જોશી 1991-1993
લાલ કૃષ્ણ અડવાણી 1986-2005
1980-1986 સુધી અટલ બિહારી વાજપેયી.