BJP નો કેજરીવાલ સરકાર પર મોટો આક્ષેપ, `ટોઈલેટને ગણાવી દીધા ક્લાસરૂમ, હજુ નથી બની 500 શાળાઓ`
BJP attack on Delhi Govt and Arvind Kejriwal: ભાજપે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ દિલ્હીમાં આબકારી નીતિમાં કૌભાંડ બાદ શિક્ષણમાં પણ કૌભાંડ થયા છે અને શિક્ષણને લઈને દિલ્હી સરકારના દાવા ખોટા છે. તેમણે કહ્યું કે દિલ્હી સરકાર બાળકોના ભવિષ્ય સાથે રમી રહી છે.
BJP attack on Delhi Govt and Arvind Kejriwal: ભારતીય જનતા પાર્ટીએ એકવાર ફરીથી દિલ્હી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે અને નવી આબકારી નીતિમાં કૌભાંડ બાદ દિલ્હીમાં શિક્ષણ વિભાગમાં કથિત કૌભાંડનો આરોપ લગાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું અને કહ્યું કે દિલ્હીમાં AAP નહીં 'પાપ'ની સરકાર છે.
દિલ્હીમાં આબકારી બાદ શિક્ષણ કૌભાંડ-ભાજપ
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે દિલ્હીમાં આબકારી નીતિમાં કૌભાંડ બાદ શિક્ષણમાં પણ કૌભાંડ થયા છે અને શિક્ષણને લઈને દિલ્હી સરકારના દાવા ખોટા છે. તેમણે કહ્યું કે "AAP ના ચૂંટણી ઢંઢેરામાં દિલ્હીમાં 500 નવી શાળાઓનું વચન આપવામાં આવ્યું હતું. નવી શાળાઓ ન બની, પરંતુ પૂર્વ નિયોજિત રીતે તેમણે પીડબલ્યુડી પાસે રિપોર્ટ માંગ્યો. અરવિંદ કેજરીવાલના કહેવા પર રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે વધારાના ક્લાસરૂમ બનશે અને નવી શાળાઓ નહીં બને."
કેદી 5 મોબાઈલ ગળી ગયો, હવે નીકળતા જ નથી...ડોક્ટરો, જેલ અધિકારીઓ પણ ચિંતામાં
નવી શાળાઓ ન બનાવી અને ફક્ત રૂમની સંખ્યા વધારી-ભાજપ
ગૌરવ ભાટિયાએ દિલ્હી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, 'કેજરીવાલ સરકારે 500 શાળાઓ બનાવવાનું વચન આપ્યું હતું તે શાળાઓ તો બની નહીં. શાળાઓમાં 2400 રૂમની જરૂર હતી, પરંતુ તેને વધારીને 7180 કરવામાં આવી અને ખર્ચને વધારવામાં આવ્યો, જેનાથી નફાખોરી થઈ શકે.' તેમણે વધુમાં કહ્યું કે 'એક અંદાજા મુજબ 326 કરોડ રૂપિયાથી ખર્ચ વધારવામાં આવ્યો. જે ટેન્ડરની કિંમતથી 53 ટકા વધુ છે અને 4027 ક્લાસરૂમ જ બન્યા. શું આ કાળું નાણું કેજરીવાલની તિજોરીમાં આવ્યું?'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube